Rain Update: મુંબઇ ભારે વરસાદથી પાણી પાણી, IMDએ આપ્યું ઓરેન્જ એલર્ટ, પૂણેમાં સ્કૂલોમાં રજા જાહેર
Rain Update: બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ આગળ જતાં મુંબઇ, પૂણેમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઇમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Mumbai Rains: દેશમાં ચોમાસુ તેના અંત તરફ છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદે ભારે વિનાશ વેર્યો હતો. જો કે હવે આ રાજ્યોમાં વરસાદ બંધ થવા લાગ્યો છે. જોકે, IMD ચેતવણી મુજબ, દેશભરના વિવિધ રાજ્યોમાં પરિસ્થિતિ સમાન નથી. બઈમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
મુંબઈમાં વરસાદ, ઓરેન્જ એલર્ટ
સોમવાર સવારથી મુંબઈ અને આસપાસના થાણે અને રાયગઢ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા કલાકોમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. IMD એ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની પણ આગાહી કરી છે. આ વાવાઝોડા જેવી સ્થિતિમાં હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે.
મુંબઈમાં ફરી મોનોરેલ સેવા ખોરવાઈ
દરમિયાન, ટેકનિકલ ખામીને કારણે મોનોરેલ સેવા પણ ખોરવાઈ ગઈ છે. થોડા અઠવાડિયા પહેલા, ટેકનિકલ ખામી અને વરસાદને કારણે મોનોરેલ એલિવેટેડ ટ્રેક પર ફસાઈ ગઈ હતી. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (અઠાવલે) ના વોર્ડ 175 કાઉન્સિલર રાજેશ આનંદ ભોજનેએ જણાવ્યું હતું કે, 'વડાલા જતી ટ્રેનને અસર થઈ હતી. રોને ચેમ્બુરથી આવતી ટ્રેનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બાદમાં ટેકનિકલ ટીમે આવીને કામ શરૂ કર્યું હતું. મોનોરેલના અધિકારીઓ કહી રહ્યા છે કે તે સપ્લાય સમસ્યા હતી. તેમણે સરકારને આ વારંવાર થતી સમસ્યાનો ઉકેલ લાવવા વિનંતી કરી છે.
#WATCH | Maharashtra: Mumbai city receives rainfall this morning. Visuals around CSMT (Chhatrapati Shivaji Maharaj Terminus).
— ANI (@ANI) September 15, 2025
IMD has issued a Red Alert for Mumbai, Thane and Raigad for 3 hours. Intense to very intense spells of rain and thunderstorm accompanied with lightning… pic.twitter.com/Bos5Y37JCb
ભારે વરસાદના કારણે
પુણેમાં ભારે વરસાદને કારણે સ્થાનિક શાળાએ બાળકોને રજા આપવાનો નિર્ણય લીધો. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા, જેના કારણે રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. આવી સ્થિતિમાં બાળકો હેરાન ન થાય માટે શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.
ગુજરાતમાં શું થશે અસર
ગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લેતાં ફરી ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમના કારણે ખાસ કરીન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસશે. મેઘરાજાએ રાજ્યમાં જોરદાર બેટિંગ કર્યાં બાદ હાલ મોટાભાગના વિસ્તારમાં વરસાદે લગભગ વિરામ લીધો છે. કચ્છના કેટલાક વિસ્તારમાં ગઇ કાલે વરસાદ વરસ્યો હતો. આગામી 24 કલાકમાં ગુજરાતમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. ભારે સાર્વત્રિક વરસાદની શક્યતા નહિવત છે.
બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાઇ રહ્યું છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો ગુજરાતમાં ફરી વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે અને મહારાષ્ટ્ર તરફથી ગતિ કરે તેવી શક્યતા જોવાઇ રહી છે. આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાતા મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 14 સપ્ટેમ્બરની આસપાસ આ સિસ્ટમની અસર ગુજરાતમાં પણ વર્તાશે. જેના પગલે 17 સપ્ટેમ્બરની આસપાસ ફરી ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઇ શકે છે. આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે તેના પર વરસાદની તીવ્રતાનો આધાર રહેશે.





















