Monsoon 2025:મોનસૂન દેશમાંથી ક્યારે લેશે વિદાય, IMDએ જાહેર કરી તારીખ
IMD એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે. ચોમાસુ 15 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. આ વર્ષે ચોમાસાએ 8 જુલાઈની સામાન્ય તારીખથી નવ દિવસ પહેલા સમગ્ર દેશને આવરી લીધું હતું.

Monsoon 2025:IMD એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે. ચોમાસુ 15 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. આ વર્ષે ચોમાસાએ 8 જુલાઈની સામાન્ય તારીખથી નવ દિવસ પહેલા સમગ્ર દેશને આવરી લીધું હતું. 2020 પછી આ સૌથી પહેલું ચોમાસુ હતું, જેણે તે વર્ષે 26 જૂને સમગ્ર દેશને આવરી લીધો હતું.
આ વખતે ચોમાસાએ ભારતના ઘણા રાજ્યોમાં, ખાસ કરીને પહાડી રાજ્યોમાં, વિનાશ મચાવ્યો છે અને લોકો આજ કારણ છે કે, હવે વરસાદથી કંટાળી ગયા હશે. આવી સ્થિતિમાં, હવામાન વિભાગે તેના પુનરાગમન વિશે મોટી માહિતી આપી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે કહ્યું છે કે, ચોમાસું 15 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરપશ્ચિમ ભારતમાંથી વિદાય લેવાનું શરૂ કરી શકે છે. પ્રાથમિક વરસાદી સિસ્ટમ સામાન્ય રીતે 1 જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. તે 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરપશ્ચિમ ભારતમાંથી વિદાય લેવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે વિદાય લે છે.
ચોમાસાની વાપસી માટે અનુકૂળ સ્થિતિ
IMD એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી 15 સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. આ વર્ષે ચોમાસાએ 8 જુલાઈની સામાન્ય તારીખથી નવ દિવસ પહેલા સમગ્ર દેશને આવરી લીધું હતું. આ 2020 પછીનો સૌથી પહેલો ચોમાસું હતું, જેણે તે વર્ષે 26 જૂને પહેલા દેશને આવરી લીધો હતું. 2009માં તે 23 મેના રોજ પહોંચ્યું હતું. દેશમાં અત્યાર સુધીમાં ચોમાસાની ઋતુ દરમિયાન 836.2 મીમી વરસાદ પડ્યો છે, જે સામાન્ય વરસાદ 778.6 મીમી છે, જે 7 ટકા વધુ છે.
પહાડી રાજયોમાં આફત
ઉત્તરપશ્ચિમ ભારતમાં 720.4 મીમી વરસાદ પડ્યો, જે સામાન્ય 538.1 મીમી કરતા 34 ટકા વધુ છે. અસામાન્ય રીતે વધુ વરસાદ સાથે અનેક અન્ય આફતો પણ આવી જેમકે ભૂસ્ખલ, પૂર, વાદળ ફાટવું, પંજાબ દશકમાં સૌથી ભયંકર પૂર આવ્યું હતું, જેમાં નદીઓ અને તૂટેલી નહેરોમાં હજારો હેક્ટર ખેતીલાયક જમીન ડૂબી ગઈ હતી અને લાખો લોકો વિસ્થાપિત થયા હતા. હિમાલયના રાજ્યોમાં, વાદળ ફાટવા અને અચાનક પૂરને કારણે ભૂસ્ખલન થયું હતું અને વ્યાપક નુકસાન થયું હતું. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પુલ અને રસ્તાઓ ધોવાઈ ગયા હતા, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં વારંવાર વાદળ ફાટવા અને ભૂસ્ખલન જોવી ઘટનાઓ બનતી રહી છે.
પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ
IMD એ કહ્યું કે વધુ વરસાદ સતત પશ્ચિમી વિક્ષેપોને આભારી છે, જે મોનસૂનને એક્ટિવ રાખે છે. આના કારણે આ પ્રદેશમાં વરસાદમાં વધારો થયો. મધ્ય ભારતમાં અત્યાર સુધીમાં 978.3 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 882 મીમી કરતા 11 ટકા વધુ છે, જ્યારે દક્ષિણ દ્વીપકલ્પમાં સામાન્ય 611 મીમી કરતા 7 ટકા વધુ વરસાદ પડ્યો છે. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં 949.6 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 1192.6 મીમી કરતા 20 ટકા ઓછો છે.
ચોમાસું કેમ મહત્વનું છે?
મે મહિનામાં, IMD એ આગાહી કરી હતી કે, જૂન-સપ્ટેમ્બરમાં સરેરાશ વરસાદના 106 ટકા વરસાદ પડવાની શક્યતા છે. આ 50 વર્ષની સરેરાશના 96 થી 104 ટકા વચ્ચેનો વરસાદ 'સામાન્ય' માનવામાં આવે છે. ભારતના કૃષિ ક્ષેત્ર માટે ચોમાસું મહત્વપૂર્ણ છે, જે લગભગ 42 ટકા વસ્તી માટે આવકનો આધાર છે અને કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) માં 18.2 ટકા ફાળો આપે છે. તે પીવાના પાણી અને વીજળી ઉત્પાદન માટે જરૂરી જળાશયો ભરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.





















