(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના વેક્સિનના બંને ડોઝ લેનાર વ્યકિત આ તારીખથી મુંબઈ લોકલ ટ્રેનમાં કરી શકશે મુસાફરી, જાણો
15 આગસ્ટથી મુંબઈના લોકો લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે પરંતુ તેના માટે એક શરત રાખવામાં આવી છે. જે લોકોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે તે લોકો જ 15 ઓગસ્ટથી મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.
Mumbai Local Trains: 15 આગસ્ટથી મુંબઈના લોકો લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે પરંતુ તેના માટે એક શરત રાખવામાં આવી છે. જે લોકોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે તે લોકો જ 15 ઓગસ્ટથી મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે રસીના બંને ડોઝ લઈ ચૂકેલા લોકો 15 ઓગસ્ટથી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે લોકલ ટ્રેનોને 24 કલાક ચાલુ રાખવાનો વિચાર છે. તેને બંધ કરવાનો કોઈ ઉપાય નથી. તેમણે કહ્યું કે પ્રવાસીઓ મોબાઈલ એપથી માંડીને ટ્રેનના પાસ ડાઉનલોડ કરી શકે છે. મોલ ખોલવા અંગે આગામી 8 દિવસમાં નિર્ણય લઈ લેવામાં આવશે.
9 ઓગસ્ટથી મહારાષ્ટ્રના પુણે શહેરમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી અને રેસ્ટોરાં 10 વાગ્યા સુધી 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લી રહી શકે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે રવિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પુણે અને પિંપરી ચિંચવાડમાં મોલને રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ જે લોકોને કોવિડ -19 રસીના બંને ડોઝ મળ્યા છે તેમને જ પ્રવેશ આપવામાં આવશે.
કોરોના વાયરસની સમીક્ષા બેઠક બાદ તેમણે કહ્યું, પુણેમાં 3.3 ટીકા સંક્રમણ દર અને પિંપરી ચિંચવડમાં 3.5 ટકા સંક્રમણ દરને જોતા અમે વ્યવસાય માટે કેટલાક નિયોમાં ઢીલ આપી રહ્યા છીએ. દુકાનદારો અને કર્મચારીઓએ માસ્ક પહેરવું અને રસીકરણ ફરજિયાત કરાવાનું રહેશે.
દેશમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાની બીજી લહેરનું સંકટ હજુ પણ યથાવત છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 39,700 નવા કેસ નોંધાયા હતા અને 43,910 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જય્રે 491 લોકોના મોત થયા હતા. ગઈકાલે 617 લોકોના મોત થયા હતા. આમ બે દિવસમાં 1108 લોકોના મોત થયા છે.
- કુલ કેસઃ 3,19,34,455
- એક્ટિવ કેસઃ 4,06,822
- કુલ રિકવરીઃ 3,10,99,7711
- કુલ મોતઃ 4,27,862
કેટલા ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 50 કરોડ 68 લાખ 10 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાંથી ગઈકાલે જ 55,91,657 લોકોને રસીના ડોઝ અપાયા હતા.