શોધખોળ કરો

Mundka fire : દિલ્હી પોલીસે બિલ્ડીંગના માલિક મનીષ લાકડાની કરી ધરપકડ

Mundka fire incident : દિલ્હી પોલીસે કંપનીના માલિક હરીશ ગોયલ અને વરુણ ગોયલની અટકાયત કરી હતી. હવે બિલ્ડીંગના માલિક મનીષ લાકડાની ધરપકડ કરી છે.

Delhi : દિલ્હીના મુંડકામાં લાગેલી ભયંકર આગની ઘટનામાં 27 લોકો મૃત્યુ પામ્યા અને ઘણા લોકો ઘાયલ પણ થયા. આ ઘટના બાદ દિલ્હી પોલીસ કંપનીના મલિક અને બિલ્ડીંગના માલિકને  પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દિલ્હી પોલીસે દિલ્હી પોલીસે કંપનીના માલિક હરીશ ગોયલ અને વરુણ ગોયલની અટકાયત કરી હતી. બિલ્ડિંગના માલિકની ઓળખ મનીષ લાકરા તરીકે થઈ હતી. તપાસ કરતા મામુલ પડ્યું હતું કે તે હાલમાં ફરાર છે. દિલ્હી પોલીસે વિવિધ સોર્સ દ્વારા મહીયત મેળવી દિલ્હી અને હરિયાણામાં વીવોઘ ઠેકાણે રેડ કરી આખરે બિલ્ડીંગના મલિક મનીષ લાકડાની ધરપકડ કરી છે. 

આરોપીઓ વિરુદ્ધ આ કલમો હેઠળ નોંધાઈ ફરિયાદ 
દિલ્હી પોલીસના આઉટર ડીસ્ટ્રીકટ DCP સમીર  શર્માએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ ઘટનામાં આરોપીઓ વિરુદ્ધ IPC કલમ  304-સાપરાધ મનુષ્યવધ, 308-સાપરાધ મનુષ્યવધનો પ્રયાસ,120- ગૂનાહિત કાવતરાની સજા અને 34  અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.  પોલીસે માલિક મનીષ લાકરા, તેની માતા અને પત્ની ઉપરાંત મિલકત ભાડે રાખનાર બે ભાઈઓ હરીશ અને વરુણ ગોયલ સામે કેસ નોંધ્યો છે. એફઆઈઆર અનુસાર ગોયલ બંધુઓએ તેમના કર્મચારીઓની સુરક્ષાનું ધ્યાન રાખ્યું ન હતું. પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. કાર્યક્રમને કારણે ઘટના સમયે મોટાભાગના કર્મચારીઓ બીજા માળે હાજર હતા.

એફઆઈઆર મુજબ જે ઈમારતમાં આગ લાગી તે પાંચસો ચોરસ યાર્ડમાં બનેલી છે, જેમાં બેઝમેન્ટથી લઈને ચાર માળ સુધીનું બાંધકામ છે. તેના ઉપરના ભાગમાં રહેણાંક ફ્લેટ બનાવવામાં આવ્યો છે. આ ઇમારત મનીષ લાકડાની માલિકીની છે, જેના પિતા બલજીત લાકડાનું અવસાન થયું છે. આ બિલ્ડિંગમાં એક ભોંયરું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો છે. જ્યારે પહેલાથી ત્રીજા માળે કોફી ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની ઓફિસ આવેલી છે. જેમાં સીસીટીવી કેમેરા, સિમ, રાઉટરના પાર્ટસનું એસેમ્બલિંગ કરીને ટ્રેડિંગ કરવામાં આવે છે. કંપનીના માલિકો પીતમપુરાના રહેવાસી હરીશ ગોયલ અને તેનો ભાઈ વરુણ ગોયલ છે. તેમના પિતાનું નામ અમરનાથ ગોયલ છે.

આ કંપનીમાં લગભગ 100 કર્મચારીઓ કામ કરે છે, જેમાંથી 50 મહિલાઓ છે. શુક્રવારે આ ઓફિસમાં કાર્યક્રમ હોવાથી તમામ કર્મચારીઓ બીજા માળે હાજર રહ્યા હતા. આગ લાગ્યા બાદ અંદર ફસાયેલા કેટલાક લોકો આગળની બાજુના કાચ તોડીને મુખ્ય માર્ગ પરથી બહાર કૂદી પડ્યા હતા. આગના કારણે બિલ્ડીંગમાં જ અનેક લોકો ફસાઈ ગયા હતા. બિલ્ડિંગમાં પ્રવેશવાનો એક જ રસ્તો હતો. તે પણ શેરીની બાજુમાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાંKutch News: કચ્છના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડJamnagar News: જામનગરના ડૉક્ટરે દર્દી ને આપી એવી ઓફર કે સો.મીડિયામાં થયા વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Embed widget