શોધખોળ કરો
Advertisement
બિહારના મુસ્લિમ યુવકની ગુરુગ્રામમાં ધોલાઇ, ટોપી ઉતરાવી, 'જય શ્રીરામ'નો નારો ના લગાવતા લાકડીઓથી ફટકાર્યો
આલમે આરોપ લગાવ્યો છે કે, સદર બજાર માર્ગ પર ચાર અજાણ્યા લોકોએ તેને રોક્યો અને ટોપી પહેરવાને લઇને આપત્તી દર્શાવી. તેને જણાવ્યુ કે, આરોપીએએ તેને ધમકી આપી અને કહ્યું કે, આ વિસ્તારમાં આ પ્રકારની ટોપી પહેરવાની પરવાનગી નથી
નવી દિલ્હીઃ ગુરુગ્રામમાં પારંપરિક ટોપી પહેરવાને લઇને 25 વર્ષીય મુસ્લિમ યુવકની ચાર અજાણ્યા શખ્સોએ કથિત રીતે ધુલાઇ કરી હોવાની ઘટના સામે આવી છે. એક અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી. આ પીડિતની ઓળખ મોહમ્મદ બરકર આલમ તરીકે થઇ છે. બિહારનો રહેવાસી આલમ ગુરુગ્રામના જેકબ પુરા વિસ્તારમાં રહેતો હતો.
પોલીસને આપવામાં આવેલી ફરિયાદ અનુસાર, આલમે આરોપ લગાવ્યો છે કે, સદર બજાર માર્ગ પર ચાર અજાણ્યા લોકોએ તેને રોક્યો અને ટોપી પહેરવાને લઇને આપત્તી દર્શાવી. તેને જણાવ્યુ કે, આરોપીએએ તેને ધમકી આપી અને કહ્યું કે, આ વિસ્તારમાં આ પ્રકારની ટોપી પહેરવાની પરવાનગી નથી.
આલમે જણાવ્યુ કે તે લોકોએ મારી ટોપી ઉતારીને ફેંકી દીધી અને મને થપ્પડ મારી, સાથે તેમને ‘ભારત માતા કી જય’નો નારો લગાવવાનું કહ્યું. મેં તેમના આદેશનુ પાલન કર્યુ અને ‘ભારત માતા કી જય’નો નારો લગાવ્યો. પછી તેમને મને ‘જય શ્રીરામ’નો નારો લગાવવાનું કહ્યું, મેં ના પાડી તો મને લાકડીઓથી ફટકાર્યો. મારા પગે અને પીઠ પર ઇજા પહોંચી છે.
Gurugram: A man says he was assaulted in Sadar Bazar by 5-6 youths for wearing traditional skull cap last night; says, "One of them threatened me, saying wearing cap was not allowed in the area. I said I am coming back after offering namaz. They removed my cap & slapped me." pic.twitter.com/LQlJ8IZzLn
— ANI (@ANI) May 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion