‘તો શું તમે મંજીરા વગાડવા બેઠાં છો ?’, નાગપુર હિંસાને લઇ કોંગ્રેસનો સીએમ ફડણવીસ પર હુમલો
Supriya Shrinate Attack On Nagpur Violence: વિધાનસભામાં નિવેદન આપતાં સીએમ ફડણવીસે કહ્યું કે હિંસા એક અફવાથી શરૂ થઈ હતી કે પ્રતીકાત્મક કબર પર મૂકેલી ચાદર પર ધાર્મિક પ્રતીક હતું

Supriya Shrinate Attack On Nagpur Violence: સોમવારે રાત્રે (૧૭ માર્ચ, ૨૦૨૫) થયેલી હિંસા બાદ મહારાષ્ટ્રના નાગપુરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને રાજકારણ પણ ચાલુ છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવેદનની ટીકા કરી છે, જેમાં તેમણે કહ્યું હતું કે ફિલ્મ 'છાવા'એ ઔરંગઝેબ સામે લોકોનો ગુસ્સો ભડકાવ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે લખ્યું, 'મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ, જેમની પાસે ગૃહ મંત્રાલય પણ છે, તેઓ નાગપુરમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા માટે 'છાવા' ફિલ્મને દોષી ઠેરવી રહ્યા છે, તો શું તમે ફક્ત મંજીરા વગાડવા માટે સત્તામાં બેઠા છો ?' કે પછી, સમય આવે ત્યારે, જાતે જ નફરતભર્યા ભાષણો આપીને માહોલ બગાડવાનો? કાયદો અને વ્યવસ્થા તમારી જવાબદારી છે - તમને યાદ છે કે ભૂલી ગયા છો?
महाराष्ट्र के मुख्यमंत्री फड़नवीस जिनके पास गृह विभाग भी है वो नागपुर में भड़की सांप्रदायिक हिंसा का ज़िम्मेदार ‘छावा’ पिक्चर को बता रहे हैं
— Supriya Shrinate (@SupriyaShrinate) March 18, 2025
तो आप सत्ता में झुनझुना बजाने के लिए बैठे हैं क्या?
या
जब वक्त मिले तो ख़ुद ही नफ़रती भाषण देने देकर माहौल बिगाड़ने के लिए?
क़ानून…
સીએમ ફડણવીસે શું કહ્યું ?
વિધાનસભામાં નિવેદન આપતાં સીએમ ફડણવીસે કહ્યું કે હિંસા એક અફવાથી શરૂ થઈ હતી કે પ્રતીકાત્મક કબર પર મૂકેલી ચાદર પર ધાર્મિક પ્રતીક હતું, જેને બાળી નાખવામાં આવ્યું હતું. આ અફવા સાંજે ફેલાઈ ગઈ અને થોડી જ વારમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ, ત્યારબાદ હિંસા ફાટી નીકળી. ફડણવીસે જણાવ્યું હતું કે હિંસામાં 12 ટુ-વ્હીલરને નુકસાન થયું હતું અને એક ક્રેન, બે જેસીબી અને કેટલાક ફોર-વ્હીલરને આગ ચાંપી દેવામાં આવી હતી. ઘટનાસ્થળે ૮૦ થી ૧૦૦ લોકો ભેગા થયા હતા. કેટલાક લોકો પર તલવારોથી હુમલો કરવામાં આવ્યો હતો.
એસઆરપીએફની પાંચ ટુકડીઓને કરવામાં આવી તૈનાત
તેમણે કહ્યું કે જ્યારે એક પોલીસકર્મી પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. આ હિંસામાં 33 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેમાં ત્રણ ડીસીપી સ્તરના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પાંચ નાગરિકો પણ ઘાયલ થયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ કેસમાં પાંચ ગુના નોંધાયા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, ૧૧ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઉપરાંત, પરિસ્થિતિને સંભાળવા માટે રાજ્ય અનામત પોલીસ દળ (SRPF) ની પાંચ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને પરિસ્થિતિને કાબુમાં લીધી. ફડણવીસે જનતાને શાંતિ જાળવવા અપીલ કરી અને ખાતરી આપી કે સરકાર આ મામલાનો કડક રીતે સામનો કરશે. તેમણે કહ્યું કે, જે કોઈ દોષિત હશે તેને છોડવામાં આવશે નહીં. પોલીસે સારું કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
