શોધખોળ કરો
Advertisement
શું થઇ રહી છે યુદ્ધની તૈયારી? કંપનીઓને ઝડપી હથિયારો સપ્લાય કરવા 'તૈયાર રહેવા' મોદી સરકારનો આદેશ
નવી દિલ્લી: ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે સરકારે સપ્લાયર્સને ઉત્પાદન માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. સરકારે કહ્યું કે ઓછા સમયની અંદર મોટી માત્રામાં દારૂ-ગોળો બનાવવા માટે તૈયારી રાખે. છેલ્લા ઘણા દિવસોથી સેનાની જરૂરતોને પુરી કરવા માટે સરકારે સપ્લાયર્સની વચ્ચે એવી ભાવના પૈદા કરી છે. હથિયારોની સપ્લાય ભારતના સૌથી મોટા કારોબારમાં એક માનવામાં આવે છે. સૂચના આપવામાં આવી છે કે જો જરૂર પડશે તો વધારાના હથિયારો માટે ઑર્ડર આપવામાં આવી શકે છે.
સૂત્રોએ કહ્યું કે, સરકારે જાન્યુઆરીમાં પઠાનકોટ હુમલા પછી આવી જ જાણકારી માંગી હતી. રક્ષા મંત્રાલય નાના હથિયારો અને દારૂ-ગોળો પર ધ્યાન આપી રહ્યું છે. તેના સિવાય સુખોઈ અને મિરાજ ફાઈટર ફ્લીટ્સ માટે હથિયાર મંત્રાલયની પ્રાથમિકતામાં છે. ભારતના જમ્મુ-કાશ્મીરમાં ઉરીમાં આર્મી કેંપ પર 18 સપ્ટેબરે કરવામાં આવેલા આતંકી હુમલામાં 19 ભારતીય જવાનો શહીદ થયા હતા. જવાબમાં ભારતે 29 સપ્ટેબરે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીને ઘણાં આતંકીઓને ઠાર માર્યા હતા. સેનાએ નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરીને પીઓકે સ્થિત ઘણાં આતંકીના લૉન્ચિંગ પેડ નષ્ટ કરી દીધા હતા. વિભિન્ન મીડિયા રિપોર્ટોમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈકમાં મરનાર આતંકીઓની સંખ્યા 10થી 50ની વચ્ચે બતાવવામાં આવી છે. પરંતુ પાકિસ્તાને આવા કોઈ પણ પ્રકારના સર્જિકલ સ્ટ્રાઈકનો ઈનકાર કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement