શેનાથી પ્રભાવિત થઈને પીએમ મોદી RSSમાં જોડાયા હતા? લેક્સ ફ્રિડમેનના પોડકાસ્ટમાં કર્યો ખુલાસો
લેક્સ ફ્રિડમેનના પોડકાસ્ટમાં વડાપ્રધાનની વાત, RSSને વિશ્વનું સૌથી મોટું સ્વૈચ્છિક સંગઠન ગણાવ્યું.

PM Modi Lex Fridman: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેનને એક લાંબો ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ મુલાકાતમાં પીએમ મોદીએ પોતાના બાળપણના સંસ્મરણો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથેના તેમના જોડાણ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે તેઓ RSS તરફ આકર્ષાયા અને આ સંસ્થાએ તેમના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવ્યું.
પોતાના અનુભવો વર્ણવતા પીએમ મોદીએ કહ્યું, "બાળપણથી જ મારો સ્વભાવ કંઈક ને કંઈક કરતા રહેવાનો હતો. અમારા ગામમાં સેવાદળના એક વ્યક્તિ આવતા હતા, જે ખંજરી વગાડીને દેશભક્તિના ગીતો ગાતા હતા. હું તેમને સાંભળવા માટે ગાંડાની જેમ દોડી જતો હતો."
તેમણે વધુમાં જણાવ્યું કે, "હું આખી રાત તેમની પાસેથી દેશભક્તિના ગીતો સાંભળતો હતો અને મને તેમાં ખૂબ આનંદ આવતો હતો. એ જ રીતે મારા ગામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની શાખા પણ હતી. ત્યાં દેશભક્તિના ગીતો ખૂબ જ ઉત્સાહથી ગાવામાં આવતા હતા, જે મને ખૂબ ગમતા હતા. મને લાગે છે કે સંઘનો એ સંસ્કાર મને મળ્યો કે જો આપણે ભણવાનું વિચારીએ તો આપણને દેશ માટે ખૂબ ઉપયોગી થઈ શકીએ છીએ."
પીએમ મોદીએ RSSના વખાણ કરતા કહ્યું કે, "સંઘ એક ખૂબ જ મોટી સંસ્થા છે અને હવે તે તેના 100 વર્ષ પૂરા કરવા જઈ રહી છે. મેં દુનિયામાં RSS જેવું બીજું કોઈ સ્વૈચ્છિક સંગઠન જોયું નથી. કરોડો લોકો તેની સાથે જોડાયેલા છે. સંઘને સમજવું એટલું સરળ નથી, તેના કામને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંઘ સારું જીવન જીવવામાં સારી દિશા આપે છે. ભગવાને પણ કહ્યું છે કે દેશની સેવા જ સૌથી મોટી વાત છે અને RSS પણ આ જ વાત કહે છે."
#WATCH | "... I feel fortunate that I learned the essence and values of life from such an esteemed organisation like the RSS. I got a life of purpose...," says PM Narendra Modi, in a podcast with Lex Fridman, as he talks about his association with the RSS.
— ANI (@ANI) March 16, 2025
He further says, "...… pic.twitter.com/cm1EOBf2fN
વડાપ્રધાને RSSના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવતા સેવાકાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "સંઘના કેટલાક સ્વયંસેવકોએ સેવા ભારતી નામની સંસ્થા સ્થાપી છે, જે ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકો માટે ઘણા પ્રોજેક્ટ ચલાવી રહી છે. આ લોકો સરકારની મદદ વિના લગભગ 1.25 લાખ ગરીબ લોકો માટે બધું જ કરી રહ્યા છે." તેમણે વધુમાં કહ્યું કે સંઘના અન્ય સ્વયંસેવકો વનવાસી કલ્યાણ આશ્રમ ચલાવી રહ્યા છે, જે જંગલોમાં રહેતા આદિવાસીઓ વચ્ચે કામ કરે છે અને એક હજારથી વધુ શાળાઓ અને 70થી વધુ હોસ્ટેલનું સંચાલન કરે છે.
પીએમ મોદીએ શિક્ષણ ક્ષેત્રે RSSના યોગદાનની વાત કરતા જણાવ્યું કે, "RSSના કેટલાક સ્વયંસેવકો વિદ્યા ભારતી નામની સંસ્થા ચલાવી રહ્યા છે, જે શિક્ષણમાં ક્રાંતિ લાવવાનું કામ કરી રહી છે. તેઓ લગભગ 25 હજાર શાળાઓ ચલાવે છે, જ્યાં કરોડો બાળકોને ખૂબ જ ઓછા ખર્ચે શિક્ષણ આપવામાં આવે છે. RSSએ છેલ્લા 100 વર્ષોમાં દુનિયાની ચમક-દમકથી દૂર રહીને સમર્પિત ભાવના સાથે દેશની સેવા કરી છે."





















