શોધખોળ કરો

Nari Shakti Vandan Bill : આજે રાજ્યસભામાં મહિલા અનામત બિલ પર થશે ચર્ચા, લોકસભામાં ગઇકાલે થયુ હતું પાસ

Nari Shakti Vandan Bill : લોકસભામાં 8 કલાકની લાંબી ચર્ચા બાદ નારી શક્તિ વંદના બિલ પસાર કરવામાં આવ્યું હતું

Nari Shakti Vandan Bill : લોકસભામાં 8 કલાકની લાંબી ચર્ચા બાદ નારી શક્તિ વંદન બિલ પસાર કરવામાં આવ્યું હતું. લગભગ 27 વર્ષની રાહ જોયા બાદ આખરે મહિલા અનામત બિલ લોકસભામાં પસાર થઈ ગયું. આજે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે જ્યાં તેની ચર્ચા કરવામાં આવશે.

લોકસભામાં પાસ થયા બાદ હવે મહિલા અનામત બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. રાજ્યસભામાં કુલ 240 સાંસદો છે જેમાંથી 5 બેઠકો હજુ પણ ખાલી છે. બિલ પાસ કરવા માટે 160 સાંસદોની જરૂર પડશે. હાલમાં NDA પાસે 114 સાંસદો છે અને ઇન્ડિયા ગઠબંધન પાસે રાજ્યસભામાં 98 સાંસદો છે જ્યારે અન્ય સાંસદોની સંખ્યા 28 છે.

મહિલા અનામત બિલની વિરુદ્ધ કોણે મતદાન કર્યું?

બિલ હેઠળ સંસદના નીચલા ગૃહ અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. લોકસભામાં બિલના સમર્થનમાં કુલ 454 અને વિરોધમાં 2 વોટ પડ્યા હતા. AIMIMના સાંસદો અસદુદ્દીન ઓવૈસી અને ઈમ્તિયાઝ જલીલે મહિલા અનામત બિલના વિરોધમાં મતદાન કર્યું હતું. બિલ પાસ થતાની સાથે જ પક્ષો અને વિપક્ષો વચ્ચે ક્રેડિટ વોર શરૂ થઈ ગઈ છે. બિલ પાસ કરાવવા માટે ભાજપ પોતાની પીઠ પર થપથપાવે છે.

જ્યારે બિલ પસાર થયું ત્યારે વિપક્ષે પણ આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો, પરંતુ આ દરમિયાન ઓબીસી અનામતનો મુદ્દો ઉઠાવીને નવો રાજકીય વિવાદ સર્જાયો છે.

અમિત શાહે કહ્યું, "સોશિયલ મીડિયા પર કેટલાક લોકો કહી રહ્યા છે કે આ બિલને સમર્થન ન આપવું જોઈએ કારણ કે તેમાં OBC અને મુસ્લિમો માટે કોઈ અનામત નથી. જો તમે આ બિલને ટેકો નહીં આપો તો શું ટૂંક સમયમાં અનામત મળશે? જો તમે આ બિલને ટેકો આપો છો, તો તમે ઓછામાં ઓછી ગેરંટી આપશો. રાહુલ ગાંધી પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, "ઓબીસી અનામત, સીમાંકન મુદ્દો કે વસ્તી ગણતરી અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે, હું તે બધાનો જવાબ આપું છું... સૌપ્રથમ, વર્તમાન બંધારણમાં ત્રણ પ્રકારના સાંસદો છે, જેઓ જનરલ, એસસી અને એસટી કેટેગરીઓમાંથી આવે છે. અમે આ ત્રણ કેટેગરીમાં મહિલાઓ માટે 33 ટકા અનામત રાખ્યું છે.. હવે જો આપણે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની હોય તો તે બેઠક કોણ નક્કી કરશે? શું આપણે કરવી જોઈએ? જો વાયનાડ મળે તો અનામત તો તમે કહેશો કે અમે રાજનીતિ કરી છે." રાહુલ ગાંધી પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે તેમને લાગે છે કે સરકાર સચિવો દ્વારા ચાલે છે. સરકાર કેબિનેટ દ્વારા ચલાવવામાં આવે છે. તેમણે કહ્યું કે જે લોકો દેશ ચલાવે છે તેમાં માત્ર ત્રણ જ ઓબીસી છે. હું કહું છું કે દેશ સરકાર ચલાવે છે. કેબિનેટ દેશની નીતિઓ નક્કી કરે છે. આ દેશની સંસદ કરે છે. ભાજપના 29 ટકા સાંસદો ઓબીસીના છે. 85 સાંસદ ઓબીસીમાંથી છે. સરખામણી કરવી હોય તો કરો. 29 મંત્રીઓ ઓબીસીમાંથી છે. અમે ઓબીસીમાંથી વડાપ્રધાન આપ્યા છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી

Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ

Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

Embed widget