શોધખોળ કરો
Advertisement
પુલવામાં શહીદોને ઉમેશ જાધવની અનોખી શ્રદ્ધાંજલી, 61000 કિમી પ્રવાસ કરીને તમામ 40 શહિદોના ઘરની માટી ભેગી કરી
બેંગલુરુ નિવાસી ઉમેશ ગોપીનાથ જાધવે વ્યવસાયે મ્યૂઝિશિયન અને ફાર્માકોલજિસ્ટ છે.જવાનોના પરિવારનો શોધવા એટલું સરળ ન હતું. કેટલાક ઘર ઘણાં અંતરિયાળ વિસ્તારમાં હતા.
નવી દિલ્હીઃ દેશ આજે પુલવામાં 40 જવાનોની શહાદતની પ્રથમ વરસી મનાવી રહ્યો છે. આ અવસર પર મહારાષ્ટ્રના એક વ્યક્તિએ બિલકુલ અલગ રીતે શહિદને શ્રદ્ધાંજલી આપી છે. ઉમેશ ગોપીનાથ જાધવે શહીદોને પોતાની ખાસ શ્રદ્ધાંજલિ આપવા માટે વિતેલા એક વર્ષમાં 61000 કિમીનો પ્રવાસ કર્યો છે. આ દરમિયાન તે પુલવામા હુમલાના શહિદ થયેલ તમામ 40 જવાનોના ઘરે ગયા અને તેના પરિવારને મળ્યા. જમ્મુ કાશ્મીરના લેખાપુરમાં સીઆરપીએફ હેડક્વાર્ટરમાં શહિદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત ખાસ કાર્યક્રમમાં સીઆરપીએફને વિશેષ રૂપથી આમંત્રિત કરવામાં આવ્યા.
બેંગલુરુ નિવાસી ઉમેશ ગોપીનાથ જાધવે વ્યવસાયે મ્યૂઝિશિયન અને ફાર્માકોલજિસ્ટ છે. વિતેલા વર્ષે તે અજમેરમાં એક મ્યૂઝિક કોન્સર્ટ બાદ બેંગલુરુ પરત ફરી રહ્યા હતા. ત્યારે જયપુર એરપોર્ટની ટીવી સ્ક્રીનમાં સીઆરપીએફ હુમલાના સમાચાર વાચ્યા. ઘટનાસ્થળની ભયાનક તસવીરો જોઈને તેમણે બહાદુરોના પરિવાર માટે કંઈક કરવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું, “મને ગર્વ છે કે પુલવામા હુમલામાં શહિદ થયેલ જવાનોના પરિવારોથે મળ્યો અને તેમની દુઆ લીધી. માતા પિતાએ પોતાનો દીકરો ગુમાવ્યો, પત્નીઓએ તેમના પતિ ગુમાવ્યા, બાળકોએ પોતાના પિતાને, મિત્રોએ પોતાના મિત્રને. મેં તેમના ઘર અને શ્મશાન જઈને માટી ભેગી કરી.”
તેમણે કહ્યું, ‘જવાનોના પરિવારનો શોધવા એટલું સરળ ન હતું. કેટલાક ઘર ઘણાં અંતરિયાળ વિસ્તારમાં હતા. ત્યાર બાદ બીજા અનેક પડકારો હતા.” ઉમેશની કારમાં દેશભક્તિના સ્લોગન લખેલા છે અને રાત વિતાવવા માટે તેમાં જ સુઈ જતા હતા. તે હોટલનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
Advertisement