શોધખોળ કરો
મુખ્યમંત્રી નવીન પટનાયકની મોટી જાહેરાત, લોકસભા ચૂંટણીમાં 33 ટકા ટિકિટ મહીલાને આપશે
ભુવનેશ્વર: ઓરિસ્સાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના અધ્યક્ષ નવીન પટનાયકે લોકસભા ચૂંટણી પહેલા એક મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું, આગામી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં 33 ટકા અનામત આપશે. ઉલ્લેખનીય છે કે પટનાયકે આ પહેલા સંસદ અને વિધાનસભામાં મહિલાઓને અનામત આપવાની ભલામણ કરી હતી.
પટનાયકે કેન્દ્રપાડામાં એક ચૂંટણી જનસભાને સંબોધિત કરતા આ જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે બીજેડી આગામી લોકસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીમાં મહિલાઓને 33 ટકા અનામત આપશે. ઉલ્લેખનીય છે કે નવીન પટનાયકે આ પહેલા વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ રાખી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે ઓરિસ્સાને લઈને આ સમર્પણ બતાવે છે કે અહીં મહિલાઓ સશક્ત છે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહી છે. વાંચો: કેજરીવાલ ગઠબંધન ના કરવાને લઇને ભડક્યા, કહ્યું- કોંગ્રેસ અભિમાની છે, દિલ્હીમાં ઉમેદવારોની ડિપૉઝીટ પણ ગુમાવશેOdisha Chief Minister Naveen Patnaik announced 33 per cent quota for women in the allocation of Lok Sabha tickets of Biju Janata Dal (BJD) party Read @ANI story | https://t.co/zhUFueGt2r pic.twitter.com/ck3ep81yhC
— ANI Digital (@ani_digital) March 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement