શોધખોળ કરો
Advertisement
સિદ્ધુનો યુ ટર્ન, કહ્યું- રાહુલ ગાંધીના કહેવાથી નહીં, ઇમરાનના આમંત્રણથી ગયો હતો પાકિસ્તાન
નવી દિલ્હી: પંજાબના કૉંગ્રેસ નેતા નવજોત સિદ્ધુ પાકિસ્તાન જવા પર થયેલા વિવાદને લઈને પોતાના નિવેદન પરથી પલટી ગયા છે. સિદ્ધુએ કહ્યું હતું કે તે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના કહેવા પર પાકિસ્તાનના કરતારપુર ગયા હતા, જો કે હવે તેણે ટ્વિટ કરી કહ્યું કે તે રાહુલ ગાંધીના કહેવાથી નહીં પણ ઇમરાન ખાનના આમંત્રણથી પાકિસ્તાન ગયા હતા. સિદ્ધુએ કહ્યું કે ખોટા નિવેદનો આપતા પહેલા પોતાની જાણકારી સુધારી લો.
નવજોત સિદ્ધુએ આ વિવાદથી રાહુલ ગાંધીને દૂર રાખતા કહ્યું કે હું રાહુલ ગાંધીના કહેવાથી નહીં પણ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને આપેલા આમંત્રણથી કરતારપુર ગયો હતો. આ વાતને ખોટી રીતે લેવું ન જોઈએ. શુક્રવારે સિદ્ધુએ કહ્યું હતું કે મારા કેપ્ટન રાહુલ ગાંધી છે,મને મારા કેપ્ટન રાહુલ ગાંધીએ પાકિસ્તાન મોકલ્યો હતો.
જ્યારે શનિવારે સિદ્ધુએ ટ્વિટ કર્યું કે આખી દુનિયા જાણે છે કે વડાપ્રધાન ઇમરાન ખાને વ્યક્તિગત આપેલા આમંત્રણ પર પાકિસ્તાન ગયો હતો. ન કે રાહુલ ગાંધીના કહેવાથી.
ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પાકિસ્તાન જવા પર ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન જવાનો નિર્ણય સિદ્ધુનો અંગત નિર્ણય છે. તેમણે પોતાના રાજ્યમાં થયેલા આતંકવાદી હુમલાઓનો ઉલ્લેખ કરી આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion