શોધખોળ કરો
Advertisement
ઝારખંડમાં CRPFના કાફલા પર નક્સલીઓનો IED હુમલો, 15 જવાનો ઘાયલ
સુરક્ષાદળો અને પોલીસની એક ગ્રુપ સ્પેશ્યલ ઓપરેશનમાં હતુ. આ દરમિયાન આઇઇડી ધમાકો થયો જેમાં કોબરા બટાલિયન અને ઝારખંડ પોલીસના 15 જવાનો ઘાયલ થયા હતા
સરાયકેલાઃ ઝારખંડના સરાયકેલામાં નક્સલીઓએ મંગળવારે મોટી ઘટનાને અંજામ આપ્યો, અહીં કુચાઇ વિસ્તારમાં 209 કોબરા બટાલિયન અને ઝારખંડ પોલીસની ટુકડી પર નક્સલીઓએ આઇડી બૉમ્બથી બ્લાસ્ટ કર્યા. સુરક્ષાદળો અને પોલીસની એક ગ્રુપ સ્પેશ્યલ ઓપરેશનમાં હતુ. આ દરમિયાન આઇઇડી ધમાકો થયો જેમાં કોબરા બટાલિયન અને ઝારખંડ પોલીસના 15 જવાનો ઘાયલ થયા હતા.
બ્લાસ્ટમાં જવાનો ગંભીર રીતે ઘાયલ થયા, તેમની સ્થિતિને જોતા મંગળવારે સવારે 6.50 વાગે તેમને રાંચી એરલિફ્ટ કરવામાં આવ્યા. જે વિસ્તારમાં નક્સીલઓએ ધમાકો કરીને પોલીસ અને સુરક્ષાદળોને પર એટેક કરવાની કોશિશ કરી, ત્યાં ચૂંટણી પુરી થયાના બીજા દિવસે પણ નક્સલીઓ દ્વારા આ જ પ્રકારે હુમલો કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 3 મેએ પણ નક્સલીઓએ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અર્જૂન મુંડાના સરાયકેલા જિલ્લામાં આવેલા ચૂંટણી કાર્યાલયને બૉમ્બથી ઉડાવી દીધી હતુ. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement