શોધખોળ કરો
Advertisement
સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ શરદ પવારે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
કોંગ્રેસના વચગાળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી પ્રમુખ શરદ પવાર વચ્ચે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે મળી સરકાર રચવા અંગે મુલાકાત થઈ હતી.
નવી દિલ્હીઃ કોંગ્રેસના વચગાળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી પ્રમુખ શરદ પવાર વચ્ચે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે મળી સરકાર રચવા અંગે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે આશરે 50 મિનિટ સુધી મુલાકાત ચાલી હતી. મુલાકાત બાદ શરદ પવારે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, સરકાર બનાવવા અંગે સોનિયાજી સાથે કોઈ વાત થઈ નથી. મહારાષ્ટ્રની વર્તમાન સ્થિતિ અંગે તેમને માહિતગાર કર્યા છે.
અમે મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન એકે એન્ટોની પણ ત્યાં હાજર હતા. કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ ચર્ચા કરશે. જેના આધારે અમે ફેંસલો કરીશું.Sharad Pawar on if Sonia Gandhi is opposed to forming Govt in alliance with Shiv Sena: There was no talk of Govt formation in our meeting, this meeting was all about discussing Congress and NCP. https://t.co/26TnM7lhRf pic.twitter.com/rghFDkuc6A
— ANI (@ANI) November 18, 2019
કોંગ્રેસ અને એનસીપી પહેલા જ શિવસેના સાથે કોમન મિનિમમ પ્રોગ્રામ પર કામ કરી ચુક્યા છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે ગઠબંધન માટે હા પાડતા પહેલા પાર્ટી શિવસેનાને તેની કટ્ટર હિંદુત્વ વિચારધારા છોડવા સહિત અનેક મુદ્દા પર ધર્મનિરપેક્ષ વલણ અપનાવે તેવી ઈચ્છા છે. શરદ પવારે શિવસેના સાથે મળી મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો વિગત આ દરમિયાન કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, મેં સમજૂતી માટે સંજય રાઉત સાથે વાત કરી છે. જેમાં ત્રણ વર્ષ બીજેપી અને બે વર્ષ શિવસેનાને સીએમ પદને લઇ ઉપાય આપ્યો છે. જેના પર તેમણે કહ્યું કે, જો બીજેપી માની જશે તો શિવસેના આ અંગે વિચારી શકે છે. આ સંદર્ભમાં હું બીજેપી સાથે પણ વાત કરીશ. રાજ્યસભાનું 250મું સત્ર, PM નરેન્દ્ર મોદીના સંબોધનની 10 મોટી વાતો મહારાષ્ટ્રમાં ગત મંગળવારથી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. શિવસેનાએ પરિણામો બાદ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો પરંતુ સરકાર બનાવવા રાજ્યપાલને મનાવવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપે પહેલા જ સરકાર બનાવવાને લઈ તેમના હાથ પાછા ખેંચી લીધા હતા.Delhi: Nationalist Congress Party (NCP) chief Sharad Pawar reaches his residence after meeting Congress interim President Sonia Gandhi. pic.twitter.com/4HJYz3n8Aq
— ANI (@ANI) November 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
બિઝનેસ
Advertisement