શોધખોળ કરો

રાજ્યસભાનું 250મું સત્ર, PM નરેન્દ્ર મોદીના સંબોધનની 10 મોટી વાતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના 250માં સત્રને આજે સંબોધિત કર્યુ હતું. પીએમ મોદીએ રાજ્યસભાને દેશને દિશા દર્શાવનારી ગણાવી હતી.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના 250માં સત્રને આજે સંબોધિત કર્યુ હતું. પીએમ મોદીએ રાજ્યસભાને દેશને દિશા દર્શાવનારી ગણાવી કહ્યું, ગૃહે દેશને દૂરદર્શી બનાવી અને સત્તા પક્ષને નિરંકુશ થવાથી રોકી. પીએમ મોદીના સંબોધનના 10 મુખ્ય અંશ અહીં રજૂ કરવામાં આવ્યા છે. 1) 250માં સત્ર સુધીની એક વિચારયાત્રા રહી. સમય બદલાતો ગયો, પરિસ્થિતિ બદલાતી ગઈ અને સદનમાં બદલાયેલી પરિસ્થિતિને આત્મસાત કરીને તેમાં ઢાળવાનો પ્રયાસ કર્યો. 2) ભારતની વિકાસ યાત્રમાં નીચલા ગૃહથી જમીન સાથે સંકળાયેલી તમામ ચીજોનું પ્રતિબિંબ જોવા મળે છે. આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને રાજ્યસબામાં કહ્યું હતું, આપણા વિચાર, આપણા વ્યવહાર અને આપણી સોચ જ બંને ગૃહોમાં થનારી આપણી સંસદીય પદ્ધતિના ઔચિત્યને સાબિત કરશે. બંધારણનો હિસ્સો બનેલી આ વ્યવસ્થાની પરીક્ષા આપણા કાર્યોથી થશે. 3) આ ગૃહની બે ખાસ બાબત છે. સ્થાયિત્વ અને વિવિધતા. સ્થાયિત્વ એટલા માટે કે લોકસભા તો ભંગ થતી રહે છે પરંતુ રાજ્યસભા ક્યારેય ભંગ નથી થતી. વિવિધતા એટલા માટે મહત્વપૂર્ણ છે કે અહીંયા રાજ્યોનું પ્રતિનિધિત્વ પ્રાથમિકતા છે. PM મોદીએ રાજ્યસભામાં NCPની કરી પ્રશંસા, કહ્યું- ભાજપે પણ શીખવું જોઈએ 4) આપણા દેશમાં એક લાંબો સમય એવો હતો કે ત્યારે વિપક્ષ જેવું કંઈ ખાસ નહોતું. તે સમયે શાસનમાં બઠેલા લોકોને તેનો મોટો લાભ મળ્યો. આ સમયે ગૃહમાં એવા અનુભવી લોકો હતા જેમણે શાસન વ્યવસ્થામાં નિરંકુશતા આવવા ન દીધી. જે આપણા બધા માટે સ્મરણીય છે. 5) એનસીપી-બીજેડીની વિશેષતા છે કે બંનેના સભ્યોએ વેલમાં નહીં જવાનું નક્કી કર્યું છે. આપણે તમામ રાજકીય પક્ષોએ શીખવું જોઈએ કે આ નિયમનું પાલન કરવા છતાં તેના વિકાસમાં કોઈ કમી આવી નથી. અમારી પાર્ટીએ પણ આ શીખવું જોઈએ. 6) આ સદને જીએસટીના રૂપમાં એક રાષ્ટ્ર-એક કરની સહમતિ બનાવીને દેશને દિશા આપવાનું કામ કર્યું છે. દેશની એકતા અને અખંડતા માટે કલમ 370 અને 35એ હટાવવાની શરૂઆત પહેલા આ ગૃહમાં થઈ, જે બાદ લોકસભામાં થઈ. 7)  અટલ બિહારી વાજપેયીએ 2003માં રાજ્યસભાના 200માં સત્ર દરમિયાન કહ્યું હતું કે, કોઈએ પણ આપણા સેકંડ હાઉસને સેકંડરી હાઉસ બનાવવાની કોશિશ ન કરવી જોઈએ. 8) છેલ્લા 5 વર્ષમાં જોવામાં આવે તો આ સદને ત્રણ તલાકનું બિલ પાસ કરાવવાથી લઈને મહિલા સશક્તિતરણનું મોટું કામ કર્યું છે. આ સદને સામાન્ય વર્ગના ગરીબો ટે 10 ટકા અનામતની જોગવાઈ કરી પરંતુ કોઈ વિરોધભાવ પેદા ન થયો. 9) આપણા બંધારણના નિર્માતાઓએ આપણને જે દાયિત્વ આપ્યું છે તે મુજબ કલ્યાણકારી સુશાસનની પ્રાથમિકતા છે. તેની સાથે આપણી જવાબદારી રાજ્યોના કલ્યાણની પણ છે. રાજ્ય અને કેન્દ્ર મળીને દેશને આગળ વધારી શકે છે. 10) કોઈ પણ માટે ચૂંટણી અખાડો પાર કરવો સરળ નથી હોતો પરંતુ દેશહિતમાં તેમનો અનુભવ ખૂબ કામ આવે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ બાબા સાહેબ આંબેડકર ખુદ છે. તેમને કોઇપણ કારણથી લોકસભામાં આવવા ન દેવાયા પરંતુ રાજ્યસભા માટે ખૂબ મોટું યાગદાન આપ્યું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget