શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શરદ પવારે શિવસેના સાથે મળી મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો વિગત
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના 24 ઓક્ટોબરે પરિણામો જાહેર થયા બાદ મુખ્યમંત્રી પદને લઈ ભાજપ અને શિવસેના વચ્ચે ચાલતી ખેંચતાણ બાદ રાજ્યમાં 12 નવેમ્બરે રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું હતું. શિવેસનાએ એનડીએ સાથે છેડો ફાડી એનસીપી અને કોંગ્રેસ સાથે મળી સરકાર રચવાની કવાયત શરૂ કરી હતી.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના 24 ઓક્ટોબરે પરિણામો જાહેર થયા બાદ મુખ્યમંત્રી પદને લઈ ભાજપ અને શિવસેના વચ્ચે ચાલતી ખેંચતાણ બાદ રાજ્યમાં 12 નવેમ્બરે રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું હતું. શિવેસનાએ એનડીએ સાથે છેડો ફાડી એનસીપી અને કોંગ્રેસ સાથે મળી સરકાર રચવાની કવાયત શરૂ કરી હતી. આ દરમિયાન આજે એનસીપીના વડા શરદ પવારે શિવસેના સાથે મળી સરકાર રચવાને લઈ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.
PM મોદીએ રાજ્યસભામાં NCPની કરી પ્રશંસા, કહ્યું- ભાજપે પણ શીખવું જોઈએ
દિલ્હીમાં આજે સંસદના સત્રમાં હાજરી આપવા આવેલા શરદ પવાર આજે પ્રશ્ન કરવામાં આવ્યો કે શું તમે શિવસેના સાથે મળી સરકાર રચશો ? જેના જવાબમાં પવારે કહ્યું આ પ્રશ્નનો હું જવાબ ન આપી શકું. ભાજપ અને શિવસેનાને પૂછો, તેઓ બંને ભેગા છે. તેઓ બંને સાથે ચૂંટણી લડ્યા હતા, અમે તેમની સાથે નહોતા. આ ઉપરાંત તેમણે શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધનની સરકાર રચશે તેનો જવાબ એક શબ્દમાં આપતાં કહ્યું કે, અચ્છા ?
રાજ્યસભાનું 250મું સત્ર, PM નરેન્દ્ર મોદીના સંબોધનની 10 મોટી વાતો
આ પહેલા એનસીપી અધ્યક્ષ શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે, ત્રણેય પક્ષોની સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે અને વિકાસલક્ષી શાસન આપશે. ગઠબંધનનું નેતૃત્વ શિવસેના કરશે. પવારના સહયોહી અને એનસીપીના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે, મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે. મુખ્યમંત્રી પદના મુદ્દે જ તેમણે એનડીએ સાથે છેડો ફાડ્યો છે. તેમની ભાવનાઓનું સન્માન કરવું અમારી જવાબદારી છે.
Sharad Pawar, Nationalist Congress Party (NCP): BJP-Shiv Sena fought together, we (NCP) and Congress fought together. They have to choose their path and we will do our politics. #Maharashtra pic.twitter.com/8RmvFVVnPw
— ANI (@ANI) November 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion