શોધખોળ કરો

LOK SABHA ELECTIONS: શરદ પવારની NCPએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, આ બેઠક પર લડશે સુપ્રિયા સુલે

Maharashtra NCP Sharad Chandra Pawar Candidates List: શરદ પવારની એનસીપીએ મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી 2024 માટે પાંચ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જયંત પાટીલે પત્રકાર પરિષદ દ્વારા તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

Maharashtra NCP Sharad Chandra Pawar Candidates List: શરદ પવારની એનસીપીએ મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી 2024 માટે પાંચ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જયંત પાટીલે પત્રકાર પરિષદ દ્વારા તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. શરદ પવારની પુત્રી અને દિગ્ગજ NCP નેતા સુપ્રિયા સુલેને બારામતીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત વર્ધાથી અમર કાલે, ડિંડોરીથી ભાસ્કર રાવ બગરે, બારામતીથી સુપ્રિયા સુલે, શિરુરથી ડૉ.અમોલ કોલ્હે અને અહમનગરથી નિલેશ લંકેને ટિકિટ આપવામાં આવી છે. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે હાલમાં લોકસભા સાંસદ છે અને 2009થી સતત બારામતી બેઠક પરથી સાંસદ છે. આ પહેલા તે 2006 થી 2009 સુધી મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સાંસદ પણ રહી ચુક્યા છે.

એનસીપી શરદચંદ્ર પવાર 10 બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે

જાણકારી માટે તમને જણાવી દઈએ કે NCP શરદ ચંદ્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે પાર્ટીને મહાવિકાસ અઘાડી (MVA) હેઠળ 10 સીટો મળશે અને ટૂંક સમયમાં જ તમામ સીટો પર ઉમેદવારો ઉભા કરવામાં આવશે. શુક્રવારે એક બેઠક યોજાઈ હતી અને બેઠકમાં 10 લોકસભા બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી. બે દિવસ બાદ આજે એટલે કે શનિવાર 30મી માર્ચે પાંચ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 

અગાઉ 27 માર્ચે શિવસેના ઉદ્ધવ જૂથે 17 ઉમેદવારોની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે. મહાવિકાસ અઘાડી ગઠબંધન હેઠળ કોંગ્રેસ, એનસીપી (શરદ જૂથ) અને શિવસેના (ઉદ્ધવ જૂથ) ગઠબંધનમાં છે.

લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) એ શનિવારે પાંચ બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા. પાર્ટીના વડા ચિરાગ પાસવાન હાજીપુરથી ચૂંટણી લડશે. જ્યારે તેમના સાળા અરુણ ભારતીને જમુઈથી ટિકિટ આપવામાં આવી છે. રાજેશ વર્મા ખાગરિયાથી ચૂંટણી મેદાનમાં છે. સમસ્તીપુરથી શાંભવી ચૌધરી અને વૈશાલીથી વીણા દેવી ઉમેદવાર છે.

ભાજપે આજે લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી છે. આ યાદીમાં એવા ઘણા નેતાઓના નામ સામેલ છે જેઓ અન્ય પક્ષોમાંથી તાજેતરમાં ભાજપમાં જોડાયા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ સમિતિની જાહેરાત કરી છે. રાજનાથ સિંહ આ મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ છે અને નિર્મલા સીતારમણને કન્વીનર બનાવવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલને આ મેનિફેસ્ટો કમિટીના સભ્ય બનાવાયા છે.  આ સમિતિમાં વિવિધ રાજ્યોના 27 સભ્યોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના પિયુષ ગોયલને સહ-સંયોજક બનાવવામાં આવ્યા છે. સાથે જ તેમાં અર્જુન મુંડા, ભૂપેન્દ્ર યાદવ, અર્જુનરામ મેઘવાલ પણ સામેલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
Embed widget