શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ડ્રાઈવિંગ લાઈસન્સ-RC બુક નહીં હોય તો પણ નહીં લાગે દંડ, જાણો કેવી રીતે
ભારત સરકારના ટ્રાન્સપોર્ટ મંત્રાયલે આઈટી એક્ટ અંતર્ગત ગત વર્ષે કહ્યુ હતુ કે ડીજીલોકર અથવા પરિવહન પર રહેલ ડોક્યુમેન્ટની ઇલેક્ટ્રોનિક કોપીને પણ મૂળ દસ્તાવેજની જેમ માન્ય ગણવામાં આવશે.
નવી દિલ્હીઃ મહિનાની શરૂઆત એટલે કે સપ્ટેમેબરથી દેશભરમાં સંશોધિત મોટર વ્હીકલ એક્ટ લાગુ થઈ ગયા બાદ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પર વાહન ચાલકોએ ભારે દંડ ભરવો પડી રહ્યો છે. જોકે તમે સ્માર્ટફોનમાં ડિજિલોકર (DigiLocker)અથવા એમપરિવહન એપ (M-PARIVAHAN APP)નો ઉપયોગ કરીને દંડથી બચી શકો છો.
ભારત સરકારના ટ્રાન્સપોર્ટ મંત્રાયલે આઈટી એક્ટ અંતર્ગત ગત વર્ષે કહ્યુ હતુ કે ડીજીલોકર અથવા પરિવહન પર રહેલ ડોક્યુમેન્ટની ઇલેક્ટ્રોનિક કોપીને પણ મૂળ દસ્તાવેજની જેમ માન્ય ગણવામાં આવશે. જો કોઈની પાસે આ એપમાં મૂળ દસ્તાવેજની ઇલેક્ટ્રોનિક કોપી છે તો તેમણે મૂળ દસ્તાવેજ બતાવવાની જરૂર નથી. આ માડે તમારે DigiLocker એપ ડાઉનલોડ કરીને એકાઉન્ટ બનાવવાનું રહેશે.
હવે ડીજીલોકરમાં તમારા એકાઉન્ટને Aadhaar નંબર સાથે પ્રમાણિત કરવાનું રહેશે. આ માટે આધાર ડેટાબેઝમાં તમારો જે મોબાઇલ નંબર નોંધાયેલો હશે તેના પર એક OTP આવશે. OTP દાખલ કરતા જ તમારું ડીજીલોકરનું ખાતું આધાર પ્રમાણિત થઈ જશે. ત્યાર બાદ તમે ડીજીલોકરમાં વાહનની આરસીબુક, લાઇસન્સ, વીમાની કોપી સહિતના જરૂરી દસ્તાવેજ સ્ટોર કરી શકશો અને જરૂર પડે ત્યારે તેને ટ્રાફિક પોલીસને બતાવી શકો છો. M-Parivahan એપમાં ગાડીના માલિકનું નામ, રજીસ્ટ્રેશનની તારીખ, મોડલ નંબર, વીમા સહિતની જાણકારી સ્ટોર કરી શકાય છે. એવામાં તમારે આ ઍપ હોય તો કોઈ પણ કાગળો સાથે રાખવાની જરૂર નથી.
એવામાં ટ્રાફિક પોલીસ હવે પોતાની પાસે રહેલા મોબાઇલથી ડ્રાઇવર અથવા પરિવહનની જાણકારી ક્યૂઆર કોડથી પોતાના ડેટાબેઝમાંથી કાઢી શકે છે અને ડ્રાઇવર દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાનો રેકોર્ડ પણ રાખી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion