શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
NEET મામલે કેંદ્રને SC ની ફટકાર, વટહુકમ લાવવાનો નિર્ણય અયોગ્ય
નવી દિલ્લીઃ નીટ મામલે સુપ્રીમકોર્ટે આપેલા આદેશનો અમલ એક વર્ષ પાછલ ઠેલવવા માટે કેંદ્ર સરકારે લાવેલા વટ હુકમમાં દરમિયાનગીરી કરવાનો સુપ્રીમકોર્ટે ઈન્કાર કરી દીધો છે. આ વટહુકમના અમલ પર મનાઈહુકમ ફરમાવવાની દાદ માંગતી એક પિટિશન સુપ્રીમકોર્ટમાં દાખલ થઇ હતી પરંતુ સુપ્રીમકોર્ટે મનાઈહુકમ આપવાનો ઈન્કાર કરી દીધો છે. સાથે જ આ વટહુકમ લવાયો તે મુદ્દે સુપ્રીમકોર્ટે દુઃખ વ્યક્ત કર્યુ છે. કેંદ્ર સરકારના વટહુકમ પર દરમિયાનગીરી કરવાથી વધારે મુંજવણ ઉભી થશે તેના કારણે હવે સુપ્રીમકોર્ટે આ મુદ્દે દરમિયાનગીરી કરવાનો ઈન્કાર કર્યો છે. આ અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ દવેએ કહ્યું કે સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ તેના પર વટહુકમ લાવવાનો નિર્ણય યોગ્ય નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion