શોધખોળ કરો
NEET Result 2020: શોએબ આફતાબ બન્યો ટૉપર, 720માંથી 720 માર્ક્સ મેળવીને રચ્યો ઈતિહાસ
રાઉકેલાના 18 વર્ષીય શોએબે ન માત્ર 100 ટકા સ્કોર સાથે રેકોર્ડ બનાવ્યો પરંતુ NEET ની પરીક્ષામાં ટોપ કરનાર ઓડિશાનો પ્રથમ વિદ્યાર્થી પણ બની ગયો છે.

નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી NEET UG પરીક્ષા 2020નું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. નીટનું રિઝલ્ટ સત્તાવાર વેબસાઈટ ntaneet.nic.in. જોઈ શકાય છે. આ પરીક્ષામાં ઓડિશાના શોએબ આફતાભે ટોપ કરી ઈતિહાસ રચી દીધો છે. શોએબે 720માંથી 720 માર્ક્સ સાથે ટોપ કર્યું છે. રાઉકેલાના 18 વર્ષીય શોએબે ન માત્ર 100 ટકા સ્કોર સાથે રેકોર્ડ બનાવ્યો પરંતુ NEET ની પરીક્ષામાં ટોપ કરનાર ઓડિશાનો પ્રથમ વિદ્યાર્થી પણ બની ગયો છે. ઉલ્લેખનીય છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET 2020 પરીક્ષા કોરોના મહામારીના કારણે ઘણીવાર સ્થગિત થયા બાદ છેવટે 13 સપ્ટેમ્બરે યોજવામાં આવી હતી.
વધુ વાંચો





















