NEET PG Exam 2022 Postponed: NEET PG 2022 પરીક્ષા 6-8 સપ્તાહ માટે સ્થગિત, 12 માર્ચના રોજ યોજાવાની હતી
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે NEET PG 2022ને છ-સાત સપ્તાહ માટે સ્થગિત કરી દીધી છે
NEET PG 2022: કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે NEET PG 2022ને છ-સાત સપ્તાહ માટે સ્થગિત કરી દીધી છે. આ પરીક્ષા 12 માર્ચના રોજ યોજાવાની છે. નોંધનીય છે કે NEET PG 2022 પરીક્ષા સ્થગિત કરવાની માંગ કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીકર્તાઓએ પરીક્ષાની તારીખ પાછળ ઠેલવાની માંગ કરી હતી.
અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં NEET PG જ નહી પરંતુ એનબીઇ દ્ધારા જાહેર કરાયેલી 12 માર્ચની પરીક્ષા સ્થગિત કરવાની માંગ કરાઇ હતી પરંતુ અન્ય ચીજો સાથે ઇન્ટરશીપની સમયસીમામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. અરજીકર્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્ધારા છેલ્લા વર્ષે ત્રણ મેના રોજ NEET PG 2021ને ઓછામાં ઓછી ચાર મહિના માટે સ્થગિત કરવાના નિવેદન અને એ તથ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અંતિમ વર્ષના એમબીબીએસ ડોક્ટરોની સેવાઓના ઉપયોગ ઓછા લક્ષણો ધરાવતા દર્દીઓની સારસંભાળ માટે કરવામાં આવે.
Union Health Ministry postpones NEET PG exam 2022 by 6-8 weeks
— ANI (@ANI) February 4, 2022
The exam was scheduled to be held on March 12 pic.twitter.com/MPpisjbvvx
અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે અનેક એમબીબીએસ પાસ વિદ્યાર્થીઓ કોરોનાના કારણે પોતાની ઇન્ટર્નશીપ પીરિયડ પુરી કરી શક્યા નથી અને આ કારણે NEET PG એક્ઝામ આપી શકશે નહીં. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અનેક એમબીબીએસ ગ્રેજ્યુએટ્સની ઇન્ટર્નશીપ કોરોનામાં તેમની ડ્યૂટીના કારણે રોકાયેલી છે.
Omicronvનો નવો સ્ટ્રેન BA.2 વધારી રહ્યો છે ટેન્શન, લોકો માટે આ રીતે બની શકે છે ઘાતક, જાણો વિગતે
MIUI 13 Rollout: શ્યાઓમીએ લૉન્ચ કરી MIUI 13, જાણો કયા કયા સ્માર્ટફોન યૂઝર્સને મળશે આ નવુ અપડેટ