શોધખોળ કરો
ગુજરાતને અડીને આવેલા આ વિસ્તારમાં એક જ દિવસમાં કોરોનાના 19 પોઝિટિવ કેસ આવતાં દોડધામ મચી ગઈ, જાણો વિગત
શનિવારે નાનકડા સંઘ પ્રદેશ માં કોરોનાનો બ્લાસ્ટ થતો હોય તેવું લાગી રહ્યું છે. દાદરા નગર હવેલીમાં શનિવારે 19 પોઝિટિવ કેસ નોંધાતા દોડધામ મચી ગઈ હતી.

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના પોઝિટવ કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારે નાનકડા સંઘ પ્રદેશ માં કોરોનાનો બ્લાસ્ટ થતો હોય તેવું લાગી રહ્યું છે. દાદરા નગર હવેલીમાં શનિવારે 19 પોઝિટિવ કેસ નોંધાતા દોડધામ મચી ગઈ હતી. નોંધનીય છે કે, સંઘ પ્રદેશમાં અત્યાર સુધી કોરોનાનો કુલ આંકડો 400ને પાર પહોંચી ગયો છે. સંઘ પ્રદેશના દાદરા નગર હવેલીમાં શનિવારે 19 કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. દાદરા નગર હવેલીમાં કોરોનાનો બ્લાસ્ટ થયો હતો. એક જ દિવસમાં 19 પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. જ્યારે 3 લોકોને કોરોના મુક્ત થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. સંઘ પ્રદેશમાં અત્યાર સુધી કોરોનાનો કુલ આંક 403 પર પહોંચી ગયો છે. અત્યારે પ્રદેશમાં 177 એક્ટિવ કેસ છે જે હાલ સારવાર હેઠળ છે. 225 દર્દીઓ અત્યાર સુધી કોરોના મુક્ત થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ ચૂકી છે.
વધુ વાંચો




















