શોધખોળ કરો
આગામી કેટલા દિવસ બંધ રહેશે બેંક, નાણા ઉપાડવા માટે કેટલા દિવસ જોવી પડશે રાહ, જાણો

નવી દિલ્લી: કેંદ્ર સરકારે 500 અને 1000 રૂપિયાની હાલની નોટોને ચલણરૂપે લેવાનું બંધ કરી દેવાની જાહેરાત કરી છે. તેની જગ્યાએ હવે 500 અને 2000 રૂપિયાની નવી નોટ આવશે. 500 અને 1000 રૂપિયાની જૂની નોટ ગઈકાલે મંગળવારની રાત્રિથી બંધ થઈ ગઈ છે. તેને બેંકો અને પોસ્ટ ઓફિસમાં જમા કરાવી શકો છો. તેના માટે 50 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જ્યારે, સરકારના આ નિર્ણયથી આજે સવારથી લોકોમાં ભારે મુશ્કેલીઓ જોવા મળી રહી છે. આ મુશ્કેલીઓ આગામી થોડા દિવસો સુધી ચાલું રહેશે, કારણ કે ગુરુવારે અને શુક્રવારને છોડીને બેંક આગામી પાંચ દિવસ સુધી બંધ રહેશે. એવામાં 500, 1000 રૂપિયાની નોટ જમા કરાવવી લગભગ અશક્ય રહેશે. એટલે કે શનિવાર અને રવિવારની સાથે સોમવારે નોટોને બદલવાનો અવકાશ રહેશે. તમને જણાવી દઈએ કે મોદી સરકારની જાહેરાત પ્રમાણે, આજે અને કાલે બેંક બંધ રહેશે. બેંકોમાં 10 અને 11 નવેમ્બરથી નવી નોટ મળવાની શરૂઆત તો થઈ જશે, પરંતુ તેના પછી 12 નવેમ્બરે બેંક બંધ રહેશે, કારણ કે એ દિવસે શનિવાર છે. મહીનાનો બીજો શનિવાર હોવાના કારણે બેંક બંધ રહેશે. જ્યારે બીજા દિવસે એટલે કે 13 નવેમ્બરે રવિવાર અને 14 નવેમ્બરે ગુરુનાનક જંયતી હોવાના કારણે બેંક બંધ રહેશે.
વધુ વાંચો





















