શોધખોળ કરો
Advertisement
‘હેલમેટ’ન પહેરવાને કારણે નોઈડામાં બસ ચાલકને આપ્યો મેમો, જાણો પછી શું થયું....
હું ગઈકાલે સંબંધિત અધિકારીઓની સામે આ વાત મુકીશ અને જો જરૂર પડશે કો કોર્ટમાં જઈશ.
નોઈડાઃ નોઈડામાં એક ખાનગી બસના માલિકે દાવો કર્યો છે કે હેલમેટ પહેરીને બસ ન ચલાવવાને કારણે કથિત રીતે 500 રૂપિયાનો મેમો ફાડવામાં આવ્યો છે. નિરંકાર સિંહે કહ્યું કે, 11 સપ્ટેમ્બરે ઓનલાઈન મેમો ફાડ્યો હતો કે અને શુક્રવારે તેના એક કર્મચારીએ આ ચાલાન જોયું. સિંહે કહ્યું કે, પરિવહન વિભાગની આ રીતે કામ કરવાની રીતથી સવાલો ઉભા થાયછે અને દરરોજ લોકોને આપવામાં આવતા આવા હજારો ચાલાનના પ્રામાણિકતા પર પણ શંકા ઉભી થાય છે.
નિરંકારે કહ્યું કે, હું ગઈકાલે સંબંધિત અધિકારીઓની સામે આ વાત મુકીશ અને જો જરૂર પડશે કો કોર્ટમાં જઈશ. બીજી બાજુ અધિકારીઓએ કહ્યું કે, આ કેસની તપાસ ચાલુ છે અને કોઈ ભૂલ થઈ હશે તો તેને સુધારી લેવામાં આવશે. અધિકારીએ કહ્યું કે, ચાલાન ટ્રાન્સપોર્ટ વિભાગે આપ્યું છે, નોઈડાના ટ્રાફિસ પોલોસી નહીં.
જણાવીએ કે, કેન્દ્રની મોદી સરકારે હાલમાં જ સંસદમાં સંશોધિત મોટર વ્હીકલ એક્ટ પસાર કર્યો હતો. ત્યાર બાદથી દેશમાં ટ્રાફિક નિયમોને લઈને કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જોકે ભાજપ શાસિત અનેક રાજ્યો સહિત અન્ય રાજ્યોએ પણ નવો કાયદો યથાસ્થિતિ લાગુ કર્યો નથી. સંશોધિત મોટર વ્હીકલ એક્ટમાં દંડની રકમને લઈને ચર્ચા ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion