શોધખોળ કરો
Advertisement
અડધી બાયનો શર્ટ, લૂંગી-ગંજી કે ચંપલ પહેરવા પર મેમો ફાટશે? નીતિન ગડકરીએ કર્યો મોટો ખુલાસો
આ પહેલા નિતિન ગડકરીએ પણ મેમાને લઇ અફવા અને ભ્રમ ફેલાવા પર કેટલાંય પત્રકારોને ઘેર્યા હતા.
નવી દિલ્હીઃ નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ તાબડતોડ મેમો ફાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એ પણ અફવા ફેલાઈ કે અડધી બાંઈના શર્ટ અને લૂંગી બનિયાન પહેરીને ગાડી ચલાવનારના પણ મેમો ફાડવામાં આવી રહ્યા છે. હવે તેના પર કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીના કાર્યલયે આ પ્રકારની અફવાઓને લઈને સાવચેત કર્યા છે.
કેન્દ્રીય મંત્રી ગડકરીની ઓફિસના ટ્વિટર હેન્ડલ પરથી કરાયેલી ટ્વીટમાં લખ્યું છે કે, અફવાઓથી સાવધાન...! નવા મોટર વ્હિકલ એકટમાં અડધી બાયના શર્ટ પહેરીને ગાડી ચલાવા અને લૂંગી બનિયનમાં ગાડી ચલાવા પર મેમો ફાડવાની કોઇ જોગવાઇ નથી. ટ્વીટમાં એમ પણ કહ્યું છે કે ગાડીમાં એક્સ્ટ્રા બલ્બ રાખવા નહીં, ગાડીના કાચ ગંદા અને ચંપલ પહેરીને ગાડી ચલાવા પર મેમો ફાડવાનો કોઇ કાયદો નથી.
આ પહેલા નિતિન ગડકરીએ પણ મેમાને લઇ અફવા અને ભ્રમ ફેલાવા પર કેટલાંય પત્રકારોને ઘેર્યા હતા. ગડકરીએ ટ્વીટ કર્યું હતું કે, મને દુ:ખ છે, આજે ફરી આપણા મીડિયાના કેટલાંક મિત્રોએ રસ્તા સુરક્ષા કાયદા જેવા ગંભીર વિષયને મજાક બનાવી છે. મારું સૌને આહ્વાન છે કે લોકોના જીવન સાથે જોડાયેલ આ ગંભીર મુદ્દા પર આ પ્રકારની ખોટી માહિતી ફેલાવીને લોકોમાં ભ્રમ ઉભો ના કરો.अफवाहों से सावधान...!#TrafficFines #MotorVehicleAct pic.twitter.com/vd2gLu72i3
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) September 25, 2019
આપને જણાવી દઇએ કે નવો મોટર વ્હિકલ એક્ટ એક સપ્ટેમ્બરથી લાગૂ થયો છે. તેના અંતર્ગત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા પર પણ દંડ ફટકારવાની જોગવાઇ કરાઇ છે. પહેલાંની સરખામણીમાં નવા મોટર વ્હિકલ એકટમાં મેમાની રકમ 10 ગણી વધી ગઇ છે. તેના લીધે ખૂબ વિવાદ પણ થઇ રહ્યો છે.
કેટલીય વખત મેમાની રકમ એટલી વધુ હોય છે કે લોકો હેરાન થઇ રહ્યા છે. તાજેતરમાં જ ઓરિસ્સાના સંબલપુરમાં એક ટ્રકનો 6 લાખ 53 હજાર 100 રૂપિયાનો મેમો ફાડ્યો હતો. આ ટ્રક નાગાલેન્ડની છે. ટ્રકના માલિકે જુલાઇ 2014 થી સપ્ટેમ્બર 2019 સુધીમાં ટેક્સની ચૂકવણી કરી નહોતી. આ ટ્રકની પરમિટ, પોલ્યુશન સર્ટિફિકેટ, અને ઇન્શયોરન્સ પણ નહોતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion