New Parliament Building: PM મોદી કેમ કરી રહ્યા છે ઉદ્ધાટન ? સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો નવા સંસદ ભવનના ઉદ્ધાટનનો વિવાદ
ઉલ્લેખનીય છે કે સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન 28 મેના રોજ થવાનું છે.
Parliament Building Inauguration: રાષ્ટ્રપતિ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે. બંધારણના કલમ 79 મુજબ રાષ્ટ્રપતિ પણ સંસદનો અનિવાર્ય હિસ્સો છે. લોકસભા સચિવાલયે રાષ્ટ્રપતિ દ્ધારા ઉદ્ધાટન ના કરવાનો લેવામાં આવેલો નિર્ણય ખોટો છે.
અરજદારનું નામ સીઆર જયાસુકિન છે. વ્યવસાયે વકીલ જયાસુકીન તમિલનાડુના છે. તેઓ પીઆઈએલ ફાઇલ કરતા રહે છે. તેમની અરજીમાં કહેવામાં આવ્યું છે કે દેશના બંધારણીય વડા હોવાના કારણે રાષ્ટ્રપતિ જ વડાપ્રધાનની નિમણૂક કરે છે. તમામ મોટા નિર્ણયો પણ રાષ્ટ્રપતિના નામ પર જ લેવામાં આવે છે.
New Parliament row: PIL filed in SC seeking inauguration by President Murmu
— ANI Digital (@ani_digital) May 25, 2023
Read @ANI Story | https://t.co/I9bWn5q5FP#ParliamentNewBuilding #SupremeCourt #PresidentMurmu pic.twitter.com/yqqdaqEZUJ
અરજીમાં શું દલીલો કરવામાં આવી છે?
અરજીમાં કહેવામાં આવ્યું છે કે કલમ 85 હેઠળ માત્ર રાષ્ટ્રપતિ જ સંસદનું સત્ર બોલાવે છે. કલમ 87 હેઠળ તેમનુ સંસદમાં અભિભાષણ થાય છે. જેમાં તેઓ બંન્ને ગૃહોને સંબોધિત કરે છે. સંસદ દ્વારા પસાર કરાયેલા તમામ બિલ રાષ્ટ્રપતિની મંજૂરી પછી જ કાયદા બને છે. તેથી સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્ધારા કરાવવું જોઇએ.
અરજદારે કહ્યું હતું કે લોકસભા સચિવાલય દ્વારા 18 મેના રોજ સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટે આમંત્રણ પત્ર જાહેર કર્યું છે તે ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપવો જોઈએ કે ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરાવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન 28 મેના રોજ થવાનું છે. સુપ્રીમ કોર્ટમાં હાલમાં વેકેશન બેન્ચ બેઠી છે. આવી સ્થિતિમાં અરજદારો આવતીકાલે એટલે કે 26 મેના રોજ ત્યાં તેમના વિચારો રજૂ કરવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ સુપ્રીમ કોર્ટ આવા વહીવટી નિર્ણયમાં દખલગીરી કરે તેવું ખૂબ ઓછું બને છે.
ગુરુવાર, 25 મેના રોજ આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા જયરામ રમેશે પીએમ મોદીની ટીકા કરતા કહ્યું હતું કે એક માણસના ઘમંડ અને પોતાનું પ્રમોશન કરવાની ઇચ્છાએ દેશની પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિના હાથે સંસદનું ઉદ્ઘાટન કરવાનું ગૌરવ છીનવી લીધું છે.
Parliament Building Inauguration: નવા સંસદના ઉદ્ધાટન સમારોહનો વિપક્ષ કરશે બહિષ્કાર, સરકારને મળ્યો પટનાયક, રેડ્ડી અને બાદલનો સાથ
New Parliament Inauguration: સંસદના નવા ભવનનાં ઉદ્ઘાટન સમારોહને લઈને હોબાળો મચી ગયો છે. 19 વિપક્ષી પાર્ટીઓએ સામૂહિક રીતે સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. સરકારે વિપક્ષના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. દરમિયાન બીજુ જનતા દળ (બીજેડી) અને શિરોમણી અકાલી દળ (એસએડી) સહિત કેટલાક અન્ય પક્ષોએ સમારોહમાં હાજરી આપવાની જાહેરાત કરી અને કહ્યું હતું કે તેઓ આ મુદ્દે રાજકારણ નહીં કરે