(Source: ECI/ABP News/ABP Majha)
New Parliament Inauguration Live: રાહુલ ગાંધીએ કહ્યુ- નવા સંસદ ભવનના ઉદ્ધાટનને રાજ્યાભિષેક સમજી રહ્યા છે વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા રવિવારે (28 મે)ના રોજ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે.
LIVE
Background
વડાપ્રધાન મોદી આજે દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. ઘણા વિરોધ પક્ષોએ આ ઉદ્ઘાટન કાર્યક્રમનો વિરોધ કર્યો છે અને બહિષ્કારની જાહેરાત પણ કરી છે. આ ભારે વિરોધ વચ્ચે નવી સંસદની લોકસભામાં સેંગોલ પણ લગાવવામાં આવશે. તે તમિલ સંસ્કૃતિની પદ્ધતિઓ અનુસાર સ્થાપિત થશે. શનિવારે પીએમ મોદીએ વડાપ્રધાન આવાસ પર તમિલનાડુના અધિનમ સાથે મુલાકાત કરી હતી. મદુરાઈ અધનમ મંદિરના મુખ્ય મહંત અધનમ હરિહરા દાસ સ્વામીગલ અને અન્ય અધનમ સંતો પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે સેંગોલ તમિલ સંસ્કૃતિનો વારસો છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે અત્યાર સુધી સેંગોલને માત્ર છડી માનવામાં આવતું હતું, પરંતુ હવે તેને યોગ્ય સન્માન મળી રહ્યું છે.
નવી સંસદનો ઉદ્ઘાટન સમારોહ સવારે સૂર્યોદય પછી તરત જ શરૂ થશે. PM મોદી સવારે 7.15 વાગ્યે અહીં પહોંચશે. પંડાલમાં 7:30 વાગ્યે પૂજા શરૂ થશે, જેની વિધિ એક કલાક સુધી ચાલશે. ત્યારબાદ દરેક લોકો લોકસભા ચેમ્બર તરફ જશે અને અહીં પ્રવેશ્યા બાદ 9 વાગ્યા સુધી ચેમ્બરમાં કાર્યક્રમ ચાલશે.
સંસદનું ઉદ્ઘાટન બે તબક્કામાં થવાનું છે. બીજો તબક્કો બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. તેની શરૂઆત રાષ્ટ્રગીતથી થશે. આ પછી બે શોર્ટ ફિલ્મો દર્શાવવામાં આવશે. ત્યારબાદ રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિનો સંદેશ વાંચશે. આ પછી રાજ્યસભામાં વિપક્ષના નેતા દ્વારા સંબોધન થશે. ત્યારબાદ લોકસભા અધ્યક્ષે પણ સંબોધન કરવું પડશે. આ પછી સિક્કા અને સ્ટેમ્પ્સ બહાર પાડવામાં આવશે અને પછી અંતે પીએમ નરેન્દ્ર મોદી સંબોધન કરશે. બપોરે 2 વાગ્યા સુધીમાં કાર્યક્રમ પૂરો થશે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા રવિવારે (28 મે)ના રોજ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપવા માટે બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)ના સાંસદોને ફિઝિકલ અને ડિજિટલ સ્વરૂપે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
આ મહાનુભાવોને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું
આ સાથે સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, “બંને ગૃહોના સભ્યો ઉપરાંત, લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર્સ અને રાજ્યસભાના ભૂતપૂર્વ અધ્યક્ષોને પણ આમંત્રણો મોકલવામાં આવ્યા છે. તમામ મુખ્યમંત્રીઓને પણ ઉદ્ઘાટનમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાજ્યસભાના વર્તમાન ઉપસભાપતિ હરિવંશ આ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ સિવાય ભારત સરકારના તમામ મંત્રાલયોના સચિવોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. નવા સંસદભવનના મુખ્ય આર્કિટેક્ટ બિમલ પટેલ અને ઉદ્યોગપતિ રતન ટાટાને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. વાસ્તવમાં ટાટા પ્રોજેક્ટ્સે આ સંસદભવનના નિર્માણ માટે કોન્ટ્રાક્ટ લીધો હતો. તે કેન્દ્રની સેન્ટ્રલ વિસ્ટા પુનઃવિકાસ યોજનાઓનો પણ એક ભાગ હતો. આ સાથે ફિલ્મી હસ્તીઓ અને ખેલાડીઓ સહિત કેટલીક અગ્રણી હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી વડાપ્રધાન મોદી પર કર્યો પ્રહાર
संसद लोगों की आवाज़ है!
— Rahul Gandhi (@RahulGandhi) May 28, 2023
प्रधानमंत्री संसद भवन के उद्घाटन को राज्याभिषेक समझ रहे हैं।
વડાપ્રધાને ટ્વિટ કરી નવા સંસદ ભવનને બતાવ્યું ભવ્ય
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે આજનો દિવસ આપણા તમામ દેશવાસીઓ માટે અવિસ્મરણીય દિવસ છે. તેમણે પોતાના ટ્વીટમાં વધુમાં કહ્યું કે સંસદની નવી ઇમારત આપણા બધાને ગર્વ અને આશાઓથી ભરી દેશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ દિવ્ય અને ભવ્ય ઈમારત લોકોના સશક્તિકરણની સાથે રાષ્ટ્રની સમૃદ્ધિ અને શક્તિને નવી ગતિ અને શક્તિ આપશે.
નવા સંસદ ભવનને લઇને આરજેડીનું વિવાદાસ્પદ ટ્વિટ
આરજેડીએ ટ્વીટ કરીને નવા સંસદ ભવનની સરખામણી કોફિન સાથે કરી છે. કોફિન સાથે નવા સંસદ ભવનનો ફોટો શેર કરતા RJDએ ટ્વીટ કર્યું- "આ શું છે?". સાથે જ જેડીયુએ કહ્યું કે કલંકનો ઈતિહાસ લખાઈ રહ્યો છે. ભાજપે આનો બદલો લીધો છે. ભાજપે કહ્યું કે આ બેશરમીની ચરમસીમા છે. ભાજપે આરજેડી સાંસદના રાજીનામાની માંગ કરી છે.
પીએમ મોદીએ સેન્ટ્રલ હોલમાં વીર સાવરકરને શ્રદ્ધાંજલિ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી લોકસભાનું ઉદ્ધાટન કર્યા બાદ લોકસભા અધ્યક્ષ અને અન્ય મંત્રીઓએ સેન્ટ્રલ હોલમાં જઈને વીર સાવરકરને શ્રદ્ધાંજલિ આપી હતી.
ઉદ્ઘાટન પહેલા નવા સંસદ ભવનમાં સર્વધર્મ પ્રાર્થના થઈ હતી
Delhi | PM Modi along with Lok Sabha Speaker Om Birla and Cabinet ministers attends a 'Sarv-dharma' prayer ceremony being held at the new Parliament building pic.twitter.com/lfZZpTDMHx
— ANI (@ANI) May 28, 2023