Ram Mandir Inauguration: અરુણ યોગીરાજની બનાવેલી રામલલાની મૂર્તિની થઈ પસંદગી
મૈસુરના જાણીતા શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ વાતની પુષ્ટિ કરી છે.
Ram Mandir Inauguration: મૈસુરના જાણીતા શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આ મૂર્તિનું વજન 150 થી 200 કિલો છે.
ચંપત રાયે કહ્યું કે અરુણ યોગી રાજે કેદારનાથમાં શંકરાચાર્યની પ્રતિમા અને ઈન્ડિયા ગેટ પર સુભાષની પ્રતિમા બનાવી છે. અયોધ્યામાં મૂર્તિ બનાવતી વખતે તેમને પંદર દિવસ સુધી મોબાઈલ ફોનથી પણ દૂર રાખવામાં આવ્યા હતા. તેમની મૂર્તિ પસંદ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે મંદિરમાં જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે તે ભગવાન રામની 5 વર્ષની ઉંમરની છે. તમને જણાવી દઈએ કે રામ મંદિર માટે ત્રણ શિલ્પકારોએ રામલલાની મૂર્તિ બનાવી હતી. તેમાંથી અરુણ યોગીરાજે બનાવેલી મૂર્તિની પસંદગી કરવામાં આવી છે.
જૂની મૂર્તિનું શું થશે ?
ચંપત રાયે જણાવ્યું કે જૂની મૂર્તિ મંદિર પરિસરમાં જ રહેશે. વાસ્તવમાં, પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો હતો કે આટલા દિવસોથી જે મૂર્તિની પૂજા કરવામાં આવી રહી હતી તેનું શું થશે? એ જ મૂર્તિને મંદિરમાં શા માટે સ્થાપિત ન કરવી.
ચંપત રાયે જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા માટેની પૂજા વિધિ બુધવાર (16 જાન્યુઆરી)થી શરૂ થશે અને તે 21 સુધી ચાલશે. 22 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. 12 વાગ્યાથી શરૂ થયેલી પ્રાણ પ્રતિષ્ઠા 1 વાગ્યા સુધીમાં પૂર્ણ થશે. રામ મંદિર 23મી જાન્યુઆરીથી સામાન્ય લોકો માટે દર્શન માટે ખુલ્લું મુકાશે.
#WATCH | "Ram temple will be open for darshan for the general public from 23rd January," says Champat Rai, General Secretary of Shri Ram Janmabhoomi Teerth Kshetra trust. pic.twitter.com/GGwArdlbU4
— ANI (@ANI) January 15, 2024
અયોધ્યામાં કેવી છે તૈયારીઓ?
રામ મંદિરના અભિષેક પહેલા સમગ્ર અયોધ્યાને શણગારવામાં આવી રહી છે. શહેરમાં પ્રવેશવાના દરવાજા તૈયાર કરવામાં આવી રહ્યા છે. એટાના લોકોના એક પ્રતિનિધિ મંડળ દ્વારા 2400 કિલો વજનનો વિશાળ ઘંટ શ્રી રામ જન્મભૂમિ મંદિરને અર્પણ કરવામાં આવ્યો છે. આ સાથે જ મંદિરમાં સ્થાપિત થનારી અષ્ટધાતુની બનેલી બીજી 2100 કિલોનો ઘંટ ટ્રસ્ટને સોંપવામાં આવી છે.
ગુજરાતમાંથી અયોધ્યા પહોંચી રહી છે 108 ફૂટ લાંબી અગરબત્તીઓ
ગુજરાતના વડોદરાથી એક વાન 108 ફૂટ લાંબી અગરબત્તીઓ સાથે અયોધ્યા પહોંચી રહી છે, જે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સ્થાપિત કરવામાં આવશે. સોનાના વરખથી શણગારેલું ડ્રમ અયોધ્યા લાવવામાં આવ્યું હતું.