શોધખોળ કરો
Advertisement
શો રૂમમાંથી નંબર પ્લેટ વગરનું નવું નક્કોર ACTIVA લઈ નીકળવું પડ્યું મોંઘુ, પોલીસે ફટકારી દીધો તોતિંગ દંડ
દેશમાં લાગુ થયેલ નવા ટ્રાફિક નિયમોએ હાહાકાર મચાવી દીધો છે. આ દરમિયાન ઓડિશાના ભુવનેશ્વરમાં ટ્રાફિક દંડનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.
ભુવનેશ્વરઃ દેશમાં લાગુ થયેલ નવા ટ્રાફિક નિયમોએ હાહાકાર મચાવી દીધો છે. લાખો રૂપિયાના દંડ થતાં હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન ઓડિશાના ભુવનેશ્વરમાં ટ્રાફિક દંડનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શખ્સ નવું નક્કોર એક્ટિવા લઈને ઘરે જઈ રહી હતી ત્યારે રસ્તામાં પોલીસે તેને પકડીને નંબર પ્લેટ વગર એક્ટિવા ચલાવવા માટે એક લાખ રૂપિયાનો દંડ કર્યો હતો.
12 સપ્ટેમ્બરના રોજ અરુણ પાંડા નામનો વ્યક્તિ ઓડિશાના ભુવનેશ્વરમાં શોરૂમમાંથી એક્ટિવા લઈને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે બારંગમાં વાહનોનાં ચેકિંગ સમયે પોલીસે તેને અટકાવ્યો હતો. એક્ટિવાને નંબર પ્લેટ ન હોવાને કારણે પોલીસે તેને પકડ્યો હતો. અરુણે આ એક્ટિવા 28 ઓગસ્ટે ખરીદ્યું હતું. પણ તેનો નંબર હજુ સુધી આવ્યો ન હતો. ટ્રાફિક પોલીસે આ મામલામાં ડીલર, મેન્યુફેક્ચરર, ઇમ્પોર્ટરના સ્તરે થયેલી ચૂક માટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
(પ્રતીકાત્મક તસવીર)
1 લાખ રૂપિયાના દંડની વાત સાંભળીને એક્ટિવા માલિકના હોંશ ઉડી ગયા હતા. તેને ખબર ન પડી કે, પોલીસે આટલો મોટો દંડ કેમ ફટકાર્યો. જે બાદ તેણે તપાસ કરતાં માલુમ પડ્યું કે, શોરૂમમાંથી એક્ટિવાને રજિસ્ટ્રેશન નંબર જ અપાયો ન હતો. અને એક્ટિવાનું રજિસ્ટ્રેશન પણ તેના નામે ન હતું. આ મામલે કવિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નવા મોટર વ્હીકલ એક્ટ મુજબ રજિસ્ટ્રેશન વગર વાહન ચલાવવા માટે દંડની જોગવાઈ છે.
રાજ્યભરમાં 19-22 સપ્ટેમ્બર સુધીમાં આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી
IIFA એવોર્ડઃ રણવીર સિંહ બેસ્ટ એક્ટર, આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસ, જાણો કોને કયો એવોર્ડ મળ્યો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion