શોધખોળ કરો

NIAએ બેંગલુરુમાં સંદિગ્ધ આતંકીની કરી ધરપકડ, બે વર્ષથી હતો અલકાયદાના સંપર્કમાં

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શનિવારે (11 ફેબ્રુઆરી) બેંગલુરુમાં એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે.

NIA Arrested Terrorist: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શનિવારે (11 ફેબ્રુઆરી) બેંગલુરુમાં એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે. શંકાસ્પદની ઓળખ આરીફ તરીકે કરવામાં આવી છે, જે બેંગલુરુમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો. તે બે વર્ષથી આતંકવાદી સંગઠન અલ કાયદાના સંપર્કમાં હતો. NIAએ વધુ તપાસ માટે તેનું લેપટોપ અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો જપ્ત કર્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તે બે વર્ષથી વધુ સમયથી ઈન્ટરનેટ પર આતંકવાદીઓના સંપર્કમાં હતો. તે ઈરાન અને અફઘાનિસ્તાન જઈને ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)માં જોડાવા માંગતો હતો. જો કે, હજુ સુધી કોઈ ઘટનામાં તેની સંડોવણીના પુરાવા મળ્યા નથી.

કોલકાતામાંથી ISISના આતંકીઓ ઝડપાયા હતા

અગાઉ, કોલકાતા ટાસ્ક ફોર્સે ગયા જાન્યુઆરી મહિનામાં ત્રણ શંકાસ્પદ ISIS આતંકવાદીઓની ધરપકડ કરી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) હવે આ મામલાની તપાસ કરી રહી છે. NIAએ મંગળવારે કોલકાતાની વિશેષ અદાલત સમક્ષ FIR રજૂ કરી હતી.  અરજીની સુનાવણી કર્યા પછી NIAના સ્પેશ્યલ જજે  કોલકાતા પોલીસ STFને કેસ ડાયરી અને સંબંધિત તમામ દસ્તાવેજો NIAને વધુ તપાસ માટે સોંપવાનો નિર્દેશ આપ્યો હતો.

લાંબા સમયથી મોસ્ટ વોન્ટેડની યાદીમાં હતો

કોર્ટના આ આદેશ બાદ હવેથી NIAએ તપાસ પોતાના હાથમાં લીધી છે. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય આરોપી લાંબા સમયથી NIAના મોસ્ટ વોન્ટેડની યાદીમાં હતા. તેમાંથી બે મોહમ્મદ સદ્દામ અને સૈયદ અહેમદ પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના રહેવાસી છે. અન્ય એક શંકાસ્પદ આતંકવાદી અબ્દુલ રકીબ કુરેશીની એસટીએફ દ્વારા મધ્યપ્રદેશના ખંડવાથી ધરપકડ કરવામાં આવી હતી.

અબ્દુલ રકીબ કુરેશીની અગાઉ ત્રણ વખત ધરપકડ કરવામાં આવી હતી અને તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને UAPA હેઠળ બે વખત દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તે લાંબા સમય સુધી જેલમાં હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે ફરીથી ISIS મોડ્યુલનો સંપર્ક કર્યો હતો. ધરપકડ કરાયેલ આતંકવાદી સદ્દામ છેલ્લા બે વર્ષથી ISISના સંપર્કમાં હતો.

હવે આ વાયરસને લઇને WHO એ આપી ચેતવણી

કોવિડ-19 એ 2020 થી સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે. કોરોનાના કારણે વિશ્વના ઘણા દેશોની હાલત એટલી બગડી ગઈ છે કે તેઓ હજુ સુધી સ્વસ્થ થઈ શક્યા નથી. આ દરમિયાન અન્ય એક વાયરસ મહામારી બનવાનો ખતરો વધી રહ્યો છે. પક્ષીઓ સિવાય સસ્તન પ્રાણીઓમાં બર્ડ ફ્લૂનો ચેપ ફેલાવાને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ચિંતા વધી ગઈ છે. મિંક, ઓટર, શિયાળ, સી લાયન જેવા સસ્તન પ્રાણીઓમાં બર્ડ ફ્લૂના ફેલાવા પર ડબ્લ્યુએચઓએ કહ્યું હતું કે મનુષ્યમાં પણ ચેપનો ખતરો છે, કારણ કે મનુષ્ય પણ સસ્તન જીવોનો એક પ્રકાર છે.

WHOના ડાયરેક્ટર-જનરલ Tedros Adhanom Ghebreyesusએ બુધવારે (8 ફેબ્રુઆરી) જણાવ્યું હતું કે મિંક, ઓટર્સ, શિયાળ અને સી લાયનમાં નોંધાયેલા એવિયન ઈન્ફલ્યુએન્ઝાના કેસ પર તાજેતરના અઠવાડિયામાં નજીકથી દેખરેખ રાખવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે હાલમાં WHO મનુષ્યો માટેના જોખમને ઓછું આંકે છે, પરંતુ અમે એવું માની શકતા નથી કે આ સ્થિતિ રહેશે અને તેથી આપણે યથાસ્થિતિમાં કોઈપણ ફેરફાર માટે તૈયાર રહેવું જોઈએ.

તેમણે કહ્યું કે બર્ડ ફ્લૂ માણસોમાં ફેલાવો દુર્લભ છે, જોકે તેના જોખમને નકારી શકાય તેમ નથી. તેને રોકવાનો માર્ગ પણ જણાવવામાં આવ્યો હતો. WHOના કહેવા અનુસાર, કોઈપણ બીમાર કે મૃત જંગલી પ્રાણી કે પક્ષીને સ્પર્શ કરશો નહીં કે તેની નજીક જશો નહીં. જો તમને આવા પ્રાણી મળે તો તેના વિશે સ્થાનિક અધિકારીઓને જાણ કરો. આ સાથે બીમાર અથવા મૃત મરઘીઓ વિશે ખૂબ કાળજી લેવાની જરૂર છે.

ટોપ સ્ટોરી

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
હૈદરાબાદ નજીક એક એન્જિનિયરીંગ કોલેજમાં દુર્ઘટના, ગરબા મહોત્સવમાં તૂટી પડ્યો ગેટ, 2નાં મોત, 14 ઘાયલ
હૈદરાબાદ નજીક એક એન્જિનિયરીંગ કોલેજમાં દુર્ઘટના, ગરબા મહોત્સવમાં તૂટી પડ્યો ગેટ, 2નાં મોત, 14 ઘાયલ
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
Embed widget