Nitish Kumar એ Arvind Kejriwal સાથે દોઢ કલાક બેઠક કરી, આ મહત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મંગળવારે દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. બંને વચ્ચેની આ મુલાકાત લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી.
Arvind Kejriwal And Nitish Kumar Meeting: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મંગળવારે દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. બંને વચ્ચેની આ મુલાકાત લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન બંને નેતાઓએ સાથે ભોજન પણ કર્યું હતું.
મીટિંગની તસવીર સાથે અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ટ્વીટ કર્યું અને કહ્યું કે મારા ઘરે આવવા માટે નીતિશ કુમારનો ખૂબ ખૂબ આભાર. કેજરીવાલે નીતિશ કુમાર (Nitish Kumar) સાથે થઈ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે અંગે જણાવતાં ટ્વીટમાં લખ્યું કે, "દેશ સાથે જોડાયેલા ઘણા ગંભીર વિષયો પર ચર્ચા થઈ છે. જેમાં શિક્ષણ, આરોગ્ય, ઓપરેશન લોટસ, આ લોકો દ્વારા ખુલ્લેઆમ ધારાસભ્યોની ખરીદી અને જનતા દ્વારા ચૂંટાયેલી સરકારને તોડી પાડવી, ભાજપ સરકારોનો વધતો જતો નિરંકુશ ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારીનો સમાવેશ થાય છે.
मेरे घर पधारने के लिए नीतीश जी का बहुत-बहुत शुक्रिया। देश से संबंधित कई गंभीर विषयों पर चर्चा हुई - शिक्षा, स्वास्थ्य, ऑपरेशन लोटस, इन लोगों द्वारा खुले आम MLA की ख़रीद फ़रोख़्त करके जनता द्वारा चुनी सरकारों को गिराना, भाजपा सरकारों का बढ़ता निरंकुश भ्रष्टाचार, महंगाई, बेरोज़गारी pic.twitter.com/iKkz4IWmCd
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 6, 2022
આ બેઠકમાં મનીષ સિસોદિયા પણ હાજર
નીતિશ કુમાર અને અરવિંદ કેજરીવાલની મુલાકાત દરમિયાન દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને જનતા દળ યુનાઈટેડના નેતા સંજય ઝા પણ હાજર હતા. કેજરીવાલ પહેલાં નીતીશ કુમાર ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી ડી. રાજાને પણ તેમની પાર્ટી ઓફિસમાં મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નીતિશ કુમાર ગઈકાલે સોમવારે રાહુલ ગાંધીને પણ મળ્યા હતા.
વિરોધ પક્ષો સાથે સતત બેઠકો કરી રહ્યા છે નીતિશ કુમાર
નીતીશ કુમાર બપોરે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને INLD સુપ્રીમો ઓમ પ્રકાશ ચૌટાલાને પણ મળવાના છે. નીતીશ કુમાર 2024ની ચૂંટણીમાં ભાજપની સામે સંયુક્ત લડાઈ માટે તમામ વિપક્ષી દળોને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમનો ખાસ ભાર સમાજવાદી પૃષ્ઠભૂમિની પાર્ટીઓને સાથે લાવવા પર છે.