શોધખોળ કરો
પંજાબમાં AAP સાથે ગઠબંધન નહી કરે કોગ્રેસ, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરે કહ્યું- એકલા ચૂંટણી લડીશું
નવી દિલ્હીઃ સતત કોગ્રેસ સાથે ગઠબંધન કરવાનો પ્રયાસમાં લાગેલી આમ આદમી પાર્ટીને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું કે, કોગ્રેસ લોકસભા ચૂંટણીમાં પંજાબમાં એકલા જ ચૂંટણી લડશે. કેપ્ટને કહ્યું કે, પાર્ટી આમ આદમી પાર્ટી અથવા કોઇ અન્ય પાર્ટી સાથે ગઠબંધન કરશે નહીં. આ અગાઉ આપના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, તેમની પાર્ટી પંજાબમાં ગઠબંધન માટે કોગ્રેસ સાથે વાતચીત કરી રહી છે.
કેપ્ટન અમરિંદરે આપથી ગઠબંધનના સવાલ પર કહ્યું બિલકુલ નહીં. અમારું કેજરીવાલ અથવા કોઇ અન્ય સાથે ગઠબંધન નથી. અમે એકલા જ ચૂંટણી લડીશું અને જીતીશું પણ. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અમૃતસર બેઠક પરથી ચૂંટણી લડવાના રિપોર્ટ પર કેપ્ટને કહ્યું કે, મનમોહન સિંહ અમૃતસર પરથી ક્યારેય ઉમેદવાર નહોતા. તેમણે અગાઉ જ જણાવી દીધું હતું કે, તેમને ચૂંટણી લડવાની કોઇ ઇચ્છા નથી.
નોંધનીય છે કે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કેજરીવાલે દાવો કર્યો હતો દિલ્હીમાં કોગ્રેસ સાથે ગઠબંધન કર્યા વિના આપ દિલ્હીની તમામ સાત બેઠકો પર જીત હાંસલ કરશે. આ સાથે કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં કોગ્રેસ સાથે ગઠબંધનને લઇને તેમની વાતચીત ચાલી રહી છે. પંજાબમાં લોકસભાની 13 બેઠકો છે. 2014માં લોકસભા ચૂંટણીમાં આપએ ચાર, કોગ્રેસે ત્રણ, અકાલી દળે ચાર અને ભાજપને એક બેઠક જીતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ટેલીવિઝન
Advertisement