દેશભરમાં NRC લાગુ કરવાનો હાલમાં કોઈ નિર્ણય નહીં, ગૃહ મંત્રાલયે સંસદમાં આપી જાણકારી
ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં આવા અનેક સવાલોના જવાબ આપ્યા હતા.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) ને સમગ્ર દેશમાં લાગુ કરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. આ માહિતી સંસદમાં ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં પૂછેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે વસ્તી નોંધણી (એનપીઆર) ને અપડેટ કરવાનું કામ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે NRC ને લઈને દેશવ્યાપી પ્રદર્શન જોવા મળ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં આવા અનેક સવાલોના જવાબ આપ્યા હતા. વસ્તી ગણતરી 2021 પર પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું કે હાલમાં જાતિના આંકડા જાહેર કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. આગામી વસ્તી ગણતરી પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે. ડેટા એકત્ર કરવા માટે મોબાઇલ એપ અને સેન્સસ પોર્ટલ વિકસાવવામાં આવ્યા છે.
અન્ય એક સવાલના લેખિત જવાબમાં ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, "ઓગસ્ટ 2019 થી અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરની બહારથી માત્ર બે જ લોકોએ મિલકતો ખરીદી છે. હવે બહારના લોકો અથવા સરકારને જમ્મુ -કાશ્મીરમાં જમીન ખરીદવા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલ પ્રક્રિયાઓનો સામનો કરવો પડતો નથી. તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અને 35-A નાબૂદ કરવામાં આવી હતી.
બીજી બાજુ, કોંગ્રેસે લોકસભામાં OBC સંબંધિત સુધારા બિલને ટેકો આપ્યો છે. તે જ સમયે, કોંગ્રેસે કહ્યું કે કેન્દ્ર સરકારે અનામતની 50 ટકા મર્યાદા દૂર કરવાનું વિચારવું જોઈએ જેથી મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય અને અન્ય ઘણા રાજ્યોના લોકોને તેનો લાભ મળી શકે. કોંગ્રેસના નેતાએ તેમની પાર્ટીની સરકારો દરમિયાન ઓબીસી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કરવામાં આવેલા કામનો ઉલ્લેખ કર્યો હતો.
કોર્ટનો નિર્ણય - જો દીકરી પુખ્ત વયની હોય તો ભરણપોષણ માટે પિતા પાસેથી પૈસા માંગવાની હકદાર નથી
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચનો ચુકાદો, પરિણીત મહિલા પર લવ લેટર ફેંકવો એ ગુનો છે