બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચનો ચુકાદો, પરિણીત મહિલા પર લવ લેટર ફેંકવો એ ગુનો છે
પરિણીત મહિલાએ નકાર્યા બાદ આરોપીએ તેના શરીર પર એક પત્ર ફેંક્યો અને તેને આઈ લવ યુ કહ્યુ.
નાગપુર: બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે એક ચુકાદામાં કહ્યું છે કે 'આઈ લવ યુ', કવિતા કે શાયરી લખીને પરિણીત મહિલાના શરીર પર લવ લેટર ફેંકવાને ગુનો ગણવામાં આવશે. જો કોઈ આવું કરશે તો તેની સામે છેડતી કે જાતીય સતામણીનો કેસ દાખલ કરવામાં આવશે. હાઈકોર્ટની નાગપુર બેંચે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં 2011ની એક ઘટનાની સુનાવણી કરતી વખતે આ નિર્ણય આપ્યો છે. આ કેસમાં એક 54 વર્ષીય પુરુષ પર 45 વર્ષીય મહિલા સાથે ગેરવર્તન અને ધમકી આપવાનો આરોપ હતો.
ઉલ્લેખનીય છે કે મહિલાની છેડતી કે સતામણીના કેસમાં આરોપી વિરુદ્ધ કલમ 354 હેઠળ કેસ નોંધવામાં આવે છે. જો આવા કેસમાં દોષિત ઠરે છે, તો તેને બે વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે.
પીડિતાના ઇનકાર છતાં પત્ર ફેંકાયો
નાગપુર બેન્ચે અકોલા જિલ્લામાં 2011ની ઘટનાની સુનાવણી કરી. કેસમાં એક 54 વર્ષીય પુરુષ પર 45 વર્ષીય મહિલાને પરેશાન અને ધમકી આપવાનો આરોપ હતો. પીડિત પરિણીત છે અને તેને એક પુત્ર છે. આરોપીએ કથિત રીતે પીડિતાને પ્રેમ પત્ર આપ્યો હતો અને પીડિતાએ પ્રેમપત્ર લેવાની ના પાડી હતી.
પરિણીત મહિલાએ નકાર્યા બાદ આરોપીએ તેના શરીર પર એક પત્ર ફેંક્યો અને તેને આઈ લવ યુ કહ્યુ. આ સાથે કોઈને આ વાત ન કહેવાની ધમકી આપી હતી. સમગ્ર મામલામાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પરિણીત મહિલાના શરીર પર પ્રેમ વ્યક્ત કરતી કવિતા કે શાયરી લખેલ પત્ર ફેંકવો એ જાતીય સતામણી અને છેડતી છે.
નીચલી અદાલતના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો
આ કેસમાં અકોલાની સિવિલ લાઇન પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટે આરોપીને બે વર્ષની જેલની સજા અને રૂ .10 હજારનો દંડ ફટકાર્યો હતો. આ નિર્ણયને આરોપીઓએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને હવે હાઇકોર્ટે પણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.
કોર્ટે કહી આ વાત
કોર્ટે આ કેસમાં જણાવ્યું હતું કે, "સ્ત્રીનું સન્માન એ તેનું સૌથી મોટું રત્ન છે. સ્ત્રીનાં સન્માનમાં ક્યારે ખલેલ પહોંચાડ્યું કે હેરાન કરવામાં આવી છે તે અંગે કોઈ સ્પષ્ટ સ્પષ્ટીકરણ નથી. તે સંજોગો પર આધાર રાખે છે. પરંતુ 45 વર્ષીય પરિણીતા પર લવ લેટર ફેંકવો એ જાતીય સતામણી અને છેડતીનો કેસ છે.