શોધખોળ કરો
MPમાં આવતીકાલે નહી થાય ફ્લોર ટેસ્ટ, રાજ્યપાલને મળવા પહોંચ્યા વિપક્ષ નેતા
આ અગાઉ રાજ્યપાલ લાલજી ટંડને વિધાનસભાના અધ્યક્ષ નર્મદા પ્રસાદ પ્રજાપતિને સોમવારે બહુમત પરીક્ષણ કરવા કહ્યું હતું.

ભોપાલઃ મધ્યપ્રદેશમાં આવતીકાલે એટલે કે સોમવારે ફ્લોર ટેસ્ટ નહી થાય. રવિવારે સાંજે વિધાનસભાની દૈનિક કાર્યયાદી જાહેર કરવામાં આવી હતી. જે અનુસાર, સોમવારે સૌ પ્રથમ રાજ્યપાલનું અભિભાષણ થશે. આ યાદીમાં ફ્લોર ટેસ્ટનો કોઇ ઉલ્લેખ નથી. એટલે કે હવે સોમવારે મધ્યપ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ નહી થાય. કાર્યયાદી જાહેર કરતા વિધાનસભામાં વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવ અને ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય નરોત્તમ મિશ્રા રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા હતા.
આ અગાઉ રાજ્યપાલ લાલજી ટંડને વિધાનસભાના અધ્યક્ષ નર્મદા પ્રસાદ પ્રજાપતિને સોમવારે બહુમત પરીક્ષણ કરવા કહ્યું હતું. રાજ્યપાલ લાલજી ટંડને બહુમત પરીક્ષણના નિર્દેશ જાહેર કરતા કહ્યું હતું કે, મધ્યપ્રદેશ વિધાનસભાનું સત્ર 16 માર્ચ 2020ના રોજ 11 વાગ્યે શરૂ થશે અને મારા અભિભાષણ બાદ બહુમત સાબિત કરવામાં આવશે. વિશ્વાસ મત વિભાજનના આધાર પર બટન દબાવીને થશે
વધુ વાંચો
Advertisement





















