યુવતીએ ભૂલથી બે પ્રેમીને એક સાથે શરીરસુખ માણવા ઘરે બોલાવી લીધા, બંને પ્રેમી ઘરે આવી જતાં શું થયું ?
નોઇડાના સેક્ટર-49 (Sector-49) વિસ્તારના સુપરટેક કેપટાઇન સોસાયટીમાં એક યુવતીના (Girl) ઘરે એક જ સમયે બે પ્રેમીઓ (Two Lovers) શરીર સુખ માણવા પહોંચી ગયા.
નવી દિલ્હીઃ નોઇડામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, અહીં એક પ્રેમીકાએ એક જ સમયે બે પ્રેમીઓને પોતાના ઘરે શરીરસુખ માટે બોલાવ્યા હતા, જ્યારે બન્ને પ્રેમીઓ પ્રેમીકાના ઘરે પહોચ્યા તો ત્યાં જબરદસ્ત લડાઇ થઇ અને બાદમાં પોલીસ બોલાવવી પડી હતી. ખાસ વાત છે કે આ બન્ને પ્રેમી તે જ ઓફિસમાં કામ કરતા હતા જ્યાં આ યુવતી કામ કરતી હતી.
ઘટના પ્રમાણે, ગુરુવારે રાત્રે નોઇડાની એક સોસાયટીમાં રહેનારા લોકોને વિચિત્ર સ્થિતિનો સામનો કરવો પડ્યો, ખરેખરમાં નોઇડાના સેક્ટર-49 (Sector-49) વિસ્તારના સુપરટેક કેપટાઇન સોસાયટીમાં એક યુવતીના (Girl) ઘરે એક જ સમયે બે પ્રેમીઓ (Two Lovers) શરીર સુખ માણવા પહોંચી ગયા. યુવતીના બન્ને પ્રેમીઓ યુવતીની કંપનીમાં જ કામ કરે છે. બાદમા એકબીજાને જોઇને બન્ને પ્રેમીઓએ જબરદસ્ત મારામારી કરી અને લડાઇ શરૂ કરી દીધી. છેવટે સોસાયટીના લોકોને પોલીસ બોલાવવી પડી હતી. ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારે કેપટાઉન સોસાયટીના એક ફ્લેટમાં જોરશોરથી મારામારીનો અવાજ સંભળાઇ રહ્યો હતો. મારામારીનો અવાજ સાંભળીને સોસાયટીમાં રહેનારા લોકો તે ફ્લેટના બહાર આવીને ઉભા થઇ ગયા, જ્યાંથી મારા મારીનો અવાજ આવતો હતો.
સોસાયટીના લોકોને જ્યારે મારા મારી કરવાનુ કારણ પુછ્યુ તો ખબર પડી કે ફ્લેટમાં રહેનારી છોકરી બન્નેને પ્રેમ કરતી હતી, અને તે બન્ને તેના પ્રેમી હતા, બન્ને પ્રેમીને પ્રેમીકા શરીર સુખ માણવા બોલાવ્યા હતા, પરંતુ જ્યારે બન્નેએ એકબીજાને જોયો તો બન્ને વચ્ચે લડાઇ શરૂ થઇ ગઇ હતી.
જોકે, ઘટનાસ્થળ પર હંગામો જોઇને સોસાયટીના લોકોએ સેક્ટર-49ના પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોલીસ બોલાવી હતી.નોઇડા પોલીસે બન્ને પ્રેમીઓની પકડીને પોલીસ સ્ટેશન લઇ ગઇ, અને પુછપરછ કરી હતી. પુછપરછમાં બતાવવામાં આવ્યુ કે, સેક્ટર 63માં એક આઇટી કંપનીમાં જ આ બન્ને પ્રેમીઓ યુવતીની સાથે કામ કરે છે.
ગુરુવારે આ ઘટનાની જાણકારી જેવી તે આઇટી કંપનીમાં કામ કરનારા બીજા લોકોને મળી. ત્યાં પોલીસ સ્ટેશન પહોંચવા લાગ્યા હતા. ઘટનાની ચર્ચા ફક્ત સેક્ટર પુરતી ન રહેતા યુવતીની ઓફિસમાં પણ થવા લાગી હતી.