બનાસકાંઠાના આ ગામમાં આજ સુધી નથી નોંધાયો કોરોના વાયરસનો એક પણ કેસ, લોકો કોરોના ગાઈડલાઈનનું કરે છે ચુસ્ત પાલન
ગામના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. લોકો ગામમાં અને મોટાભાગે ખેતરોમાં વસવાટ કરે છે.
આખો દેશ કોરોના મહામારી સામે જજૂમી રહ્યો છે. રાજ્યના હાલ પણ બેહાલ બન્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ કે જ્યા આજ દિન સુધી કોરોનાની એંટ્રી નથી થઈ. જી હાં, કાંકરેજ તાલુકાના રતનગઢ ગામમાં આજદિન સુધી કોઈ ગ્રામજનને કોરોના નથી થયો. કોરોના મહામારીમાં કેટલાંક એવા પણ ગામો છે કે જે ગામમાં કોરોનાને પ્રવેશતો અટકાવવા કોરોનાની ગાઇડલાઇનું ચુસ્ત પાલન કરે છે. આવું જ બનાસકાંઠાનું રતનગઢ ગામ છે. કે જનતાની જાગૃતિ અને કોરોનાની ગાઈડલાઈનના ચુસ્ત પાલનથી કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો.
રતનગઢ ગામના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. લોકો ગામમાં અને મોટાભાગે ખેતરોમાં વસવાટ કરે છે. ગામલોકો ભાઇચારાથી એક સંપ રહીને કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારીના નિયમોનાં પાલન સાથે ધંધો-વ્યવસાય કરે છે. ગામ લોકોએ એક સંકલ્પ કર્યો છે કે અમારું ગામ કાયમ કોરોના વાયરસ મુક્ત રહે એટલે અગત્યના કામ વગર લોકો ઘરની બહાર નિકળતા પણ નથી. બનાસકાંઠાના આવા અનેક ગામડાઓ હાલ તો સચેત થયા છે અનેક ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉન પણ આપી દીધા છે ત્યારે રતનગઢ ગામમાંથી એટલું જ શીખવાનું છે કે સરકારી ગાઈડલાઈનનું પાલન કરી ગામને કોરોના મુક્ત બનાવીએ તો ખરેખર મારુ ગામ કોરોના મુક્ત ગામ શબ્દ સાર્થક થાય.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 12978 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 152 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના (Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7508 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 11146 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 440276 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 46 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 146818 પર પહોંચ્યો છે. જેમાંથી 722 લોકો વેન્ટિલેટર પર અને 146096 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.05 ટકા છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશન-9, મહેસાણા-2, વડોદરા કોર્પોરેશન 11, ભાવનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશ 10, જામનગર કોર્પોરેશન- 7, સુરત 4, જામનગર-6, બનાસકાંઠા 3, ભાવનગર 6, વડોદરા 8, ખેડા 0, પાટણ 2, કચ્છ 3, મહીસાગર 1, ગાંધીનગર 0, આણંદ 0, ગાંધીનગર કોર્પોરેશન 0, જૂનાગઢ 6, જૂનાગઢ કોર્પોરેશન 3, સાબરકાંઠા 4, રાજકોટ 5, નર્મદા 1, અમરેલી 3, વલસાડ 1, પંચમહાલ 2, ગીર સોમનાથ 0, છોટા ઉદેપુર 2, નવસારી 1, સુરેન્દ્રનગર 7, મોરબી 1, તાપી 0, અરવલ્લી 1, દાહોદ 2, અમદાવાદ 1, પોરબંદર 0, ભરૂચ 6, દેવભૂમિ દ્વારકા 2, બોટાદ 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 153 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4683, સુરત કોર્પોરેશન 1494, મહેસાણા-565, વડોદરા કોર્પોરેશન 523, ભાવનગર કોર્પોરેશન 436, રાજકોટ કોર્પોરેશન 401, જામનગર કોર્પોરેશન- 398, સુરત 389, જામનગર-309, બનાસકાંઠા 226, ભાવનગર 222, વડોદરા 212, ખેડા 174, પાટણ 173, કચ્છ 169, મહીસાગર 169, ગાંધીનગર 162, આણંદ 161, ગાંધીનગર કોર્પોરેશન 153, જૂનાગઢ 147, જૂનાગઢ કોર્પોરેશન 146, સાબરકાંઠા 142, રાજકોટ 127, નર્મદા 121, અમરેલી 119, વલસાડ 117, પંચમહાલ 109, ગીર સોમનાથ 104, છોટા ઉદેપુર 97, નવસારી 97, સુરેન્દ્રનગર 92, મોરબી 90, તાપી 89, અરવલ્લી 80, દાહોદ 67, અમદાવાદ 61, પોરબંદર 53, ભરૂચ 44, દેવભૂમિ દ્વારકા 30, બોટાદ 27 અને ડાંગમાં એક પણ કેસ ન નોંધાતા કુલ 12978 કેસ રાજ્યમાં નોંધાયા છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4980, સુરત કોર્પોરેશન-1795, રાજકોટ કોર્પોરેશ 605, વડોદરા કોર્પોરેશન-547, મહેસાણા-517, ભાવનગર કોર્પોરેશન 410, સુરત 393, જામનગર કોર્પોરેશન- 390, જામનગર-353, વડોદરા 236, બનાસકાંઠા 198, ખેડા 196, પાટણ 169, નવસારી 164, ભાવનગર 163, કચ્છ 161, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 160, જૂનાગઢ કોર્પોરેશન 147, આણંદ 146, દાહોદ 144, જૂનાગઢ 136, મહીસાગર 135, સાબરકાંઠા 135, પંચમહાલ 133, વલસાડ 133, અરવલ્લી 127, સુરેન્દ્રનગર 117, ભરૂચ 113, ગીર સોમનાથ 106, મોરબી 102, તાપી 96, રાજકોટ 95, અમદાવાદ 80, નર્મદા 63, પોરબંદર 56, છોટા ઉદેપુર 54, અમરેલી 45, દેવભૂમિ દ્વારકા 41, બોટાદ 24 અને ડાંગ 22 કેસ સાથે કુલ 13847 કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 98,73,963 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 25,57,405 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,24,31,368 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.