શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ માટે વધુ ચિંતિત નથી, ટીમ ઓટોમોડમાં છેઃ વિરાટ કોહલી
નવી દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલીએ ભારતીય ટીમના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરતા કેપ્ટન કોહલીએ જણાવ્યું હતું કે, ટીમ હાલમાં ઓટોમોડમાં છે જેને લઇને 2019 વર્લ્ડકપને લઇને તેઓને હાલમાં ચિંતા કરવાની જરૂર નથી. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં દમદાર પ્રદર્શન બાદ ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.
કોહલીએ ત્રીજા વન-ડેમાં ન્યૂઝિલેન્ડ પર વિજય મેળવ્યા બાદ કહ્યું કે, જો તમે છેલ્લી પાંચ મેચ જોઇ હશે.(ઓસ્ટ્રેલિયામાં બે અને ન્યૂઝિલેન્ડમાં ત્રણ) મે કહ્યું હતું કે, અમે બેટિંગ ક્રમમાં ચોથા સ્થાનને મજબૂત કરવા માંગીએ છીએ અને રાયડુ આશાઓ પ્રમાણે બેટિંગ કરી રહ્યો છે. જેનાથી અમે બેટિંગ ક્રમ પર વધુ ભરોસો કરીએ છીએ. દિનેશ કાર્તિક શાનદાર ફોર્મમાં છે. જો અમારે મધ્યમક્રમમાં બદલાવ કરવાની જરૂર પડી તો તે કોઇ પણ સ્થાન પર બેટિંગ કરી શકે છે. એમએસ ધોની બોલને સારી રીતે હિટ કરી રહ્યા છે. અમારે વધુ ચિંતા કરવાની જરૂર નથી. તમારી ગેરહાજરીમાં ટીમની તાકાત ઓછી થશે તો કોહલીએ જવાબ આપ્યો હતો કે બિલકુલ નથી, અમારા માટે ચીજો ઓટોમોડની સ્થિતમાં છે. મને ખુશી છે કે હું ટીમનો સાથ ત્યારે છોડી રહ્યો છું જ્યારે અમે સીરિઝ જીતી ચૂક્યા છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
ગુજરાત
Advertisement