પેટ્રોલ ડિઝલ બાદ હવે હવાઇ મુસાફરી પણ થઇ મોંઘીદાટ, જાણો કેટલું વધ્યું ભાડું?
પેટ્રોલ ડિઝલના ભાગ બાદ હવે હવાઇ મુસાફરી પણ મોંઘીદાટ થઇ જશે. હવાઇ મુસાફરી માટે હવે પાંચ ટકા ભાડુ વધુ ચૂકવવું પડશે. ઉડ્ડીયન મંત્રીએ ટવિટ કરી આપી જાણકારી
![પેટ્રોલ ડિઝલ બાદ હવે હવાઇ મુસાફરી પણ થઇ મોંઘીદાટ, જાણો કેટલું વધ્યું ભાડું? now air travel is also expensive, 5 percent price increase in airplanes ticket પેટ્રોલ ડિઝલ બાદ હવે હવાઇ મુસાફરી પણ થઇ મોંઘીદાટ, જાણો કેટલું વધ્યું ભાડું?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/20/6b28fb8bf3d8e225f89028c11b72d7a4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મોંઘવારીના માર વચ્ચે હવે હવાઇ ભાડાના ભાવમાં પણ પાંચ ટકાનો વધારો થયો છે. . ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ ટ્વિટ કરીને ભાડા વધારાની માહિતી આપી છે. હવાઇ બળતરના ભાવ વધતા પાંચ ટકા ભાવમાં વઘારો કર્યાની માહિતી આપી છે. આ ભાવ વધારો એપ્રિલના અંત સુધી યથાવત રહે તેવા સંકેત મળી રહ્યાં છે.
આ પહેલા પણ એરલાઇન્સની ટિકિટ ભાડામાં 30 ટકા જેટલો વધારો થયો હતો ગત ફેબ્રુઆરીમાં જ સરકારે ભાડામાં નીચા ભાવવાળા બેન્ડમાં 10 ટકાનો અને ઉપલા બેન્ડમાં 30 ટકાનો વધારો કર્યો હતો.
Last few days have seen a decline in the number of air passengers largely due to restrictions & imposition of compulsory RT-PCR test by various states. Due to this we have decided to retain the permissible limit to 80% of schedule. @MoCA_GoI @PIB_India @AAI_Official
— Hardeep Singh Puri (@HardeepSPuri) March 19, 2021
સરકારે હાલ ઓછી પ્રાઇઝ બેન્ડમાં ફરીથી પાંચ ટકાનો ટિકિટની ભાવમાં વઘારો કર્યો છે. હવાઇ બળતણના ભાવમાં ઘટાડો નહી થાય ત્યાં સુધી આ વઘેલા ભાવ યથાવત રહેશે, હાલ હાલમાં, આ વધારો એપ્રિલનાં અંત સુધી ચાલુ રાખી શકે તેવા સંકેત મળી રહ્યાં છે.
એરલાઇન્સના વધી રહેલા ભાવ વિશે જાણકારી આપતા ઉડ્ડીયન મંત્રી ટિવટ કરતા જણાવ્યું કે, “કોરોના સંક્રમણને કારણે હાલ હવાઇ મુસાફરીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. સતત વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે અનેક પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યાં છે, આ કારણે હજુ બઘી જ ફલાઇટસને પૂર્વવત નથી કરી શકાય. હજું પણ માત્ર 80 ટકા ક્ષમતા સાથે ફ્લાઇટ ચાલુ કરાય છે. આ બધા જ પાસાની અસર હવાઇ પ્રવાસના ભાડા પર થવી સ્વાભાવિક છે”
હાલ સમયના આધારે કેન્દ્ર સરકારે પાંચ ટકા હવાઇ ભાડામાં વધારો કર્યો છે. સમયના આધારે કેન્દ્ર સરકારે સાત કેટેગરી બનાવી છે. તમામ કેટેગરીમાં અંતર પ્રમાણે લઘુત્તમ અને મહત્તમ ભાડા નક્કી કરવામાં આવે છે. દેશમાં હાલ ઓછામાં ઓછું હવાઇ ભાડું 2800 છે તો વધારેમાં વધારે ભાડું 28 હજાર છે. હાલ કોરોના કાળમાં ગ્રાહકોએ વધુ ભાડુ ચૂકવવું ન પડે માટે સમયના આધારે પાડેલી સાત કેટેગરી મુજબ ટિકિટનો દર નક્કી કરવામાં આવ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)