શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
એર સ્ટ્રાઇક પહેલા બાલાકોટમાં 300 મોબાઇલ એક્ટિવ હતા, ભારતે આજે PAKનું ડ્રોન તોડી પાડ્યું
નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનમાં અડધી રાત્રે ઘુસીને જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પોનો ખુરદો બોલાવ્યો હતો. આ હુમલામાં જૈશના 300 આતંકીઓ મોતને ઘાટ ઉતર્યા હતાં. નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (NTRO)ના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, જ્યારે બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરી ત્યારે ત્યાં 300 મોબાઇલ ફોન સક્રિય હતા.
એનટીઆરઓ અને રૉએ ભારતીય વાયુસેનાને બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદના કેંપમાં 280થી વધારે મોબાઇલ ફોન એક્ટિવ હોવાની જાણકારી આપી હતી. આ જાણકારી બાદ ભારતીય વાયુસેનાના મિરાજ લડાકુ વિમાને જૈશના કેંપ પર એર સ્ટ્રાઇક કરી હતી.
આ ઉપરાંત સોમવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની વધુ એક નાપાક કોશિશને નિષ્ફળ કરી દીધી છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડ્યું છે. આ ડ્રોન રાજસ્થાનની બિકાનેર સીમા પર સવારે 11.30 કલાકની આસપાસ તોડી પાડવામાં આવ્યું હતું.Sources: Similar number of active targets were corroborated by other Indian intelligence agencies as well that had inputs suggesting same number of operatives in JeM terror camp in Balakot https://t.co/II3BKeZIUt
— ANI (@ANI) March 4, 2019
ભારતની એર સ્ટ્રાઇક બાદ ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયાસ કરનારા પાકિસ્તાનનીએ વાયુસેનાના F-16 નામના યુદ્ધ વિમાનને પણ ભારતે તોડી પાડ્યું હતું. તો એ જ દિવસે કચ્છ બોર્ડર પર પણ પાકિસ્તાનનું એક ડ્રોન વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. આમ દુનિયાભરમાં ફજેતી થયા બાદ પણ પાકિસ્તાન જાણે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યું.Rajasthan: At 11:30 am today a Sukhoi 30MKI shot down a Pakistani drone at the Bikaner Nal sector area of the border. Drone was detected by Indian Air Defence radars pic.twitter.com/Ijc4B4XzjN
— ANI (@ANI) March 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion