(Source: ECI/ABP News/ABP Majha)
Odisha : કોરોમંડલ એક્સપ્રેસના અકસ્માત પહેલાનો વીડિયો આવ્યો સામે, ધડાકો થતા જ...
આ વીડિયો એક યાત્રીએ રેકોર્ડ કર્યો હોવાનું કહેવાય છે. આ વીડિયો ટ્રેન અકસ્માત સર્જાયો તે પહેલાનો જ હોવાનું કહેવાય છે. ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 275 થી વધુ લોકોના મોત થયા હતા.
Odisha Train Accident : ઓડિશામાં ગયા અઠવાડિયે બાલાસોરમાં ત્રણ ટ્રેનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતનો નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક યાત્રીએ રેકોર્ડ કર્યો હોવાનું કહેવાય છે. આ વીડિયો ટ્રેન અકસ્માત સર્જાયો તે પહેલાનો જ હોવાનું કહેવાય છે. ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 275 થી વધુ લોકોના મોત થયા હતા અને 1 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ત્રણ ટ્રેન અકસ્માતની તપાસ સંભાળી લીધી છે. રેલવેએ કહ્યું હતું કે, પ્રાથમિક તપાસ મુજબ સિગ્નલની સમસ્યાના કારણે અકસ્માત થયો હતો.
કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે થયેલો અકસ્માત 21મી સદીનો સૌથી મોટો ટ્રેન અકસ્માત હોવાનું નોંધાવ્યું છે. અત્યાર સુધીમાં આ અકસ્માત બાદના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, પરંતુ હવે જે વીડિયો સામે આવ્યો છે જેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે આ અકસ્માત થયો ત્યારે વીડિયોમાં ચોક્કસ ક્ષણ દર્શાવવામાં આવી રહી છે. ઓડિશા ટીવી દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો હવે વાયરલ થયો છે.
સફાઈ કામદાર રાત્રે ફર્શ સાફ કરતો જોવા મળ્યો અને…
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સફાઈ કર્મચારી રાત્રે કોચના ફ્લોરની સફાઈ કરી રહ્યા છે અને મુસાફરો પોતાની સીટો પર આરામ કરી રહ્યા છે. બરાબર તે જ સમયે અચાનક એક આંચકો આવે છે અને જોરથી ચીસો વચ્ચે કેમેરા ધ્રૂજવા લાગે છે. વીડિયો અચાનક પુરો થાય તે પહેલાં ચીસો અને વિલાપ સાથે ચારેકોર અંધારું છવાઈ જાય છે.
विचलित करने वाला
— Dilip Rao G Shetty ✪ (@DilipRaoG) June 8, 2023
Disturbing Video ALERT!!!#ओडिशा के #बालासोर में #ट्रेन_हादसे का विचलित करने वाला #वीडियो सामने आया है जो उस वक़्त इस घटना को एसी डिब्बे के अंदर कोई कैद कर रहा था🥲
#news #TrainAccident #Balasore #OdishaTrainAccident #BalasoreTrainAccident #OdishaTrainTragedy pic.twitter.com/90WiAm5nAV
સીબીઆઈ કરી રહી છે અકસ્માતની તપાસ
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ 3 ટ્રેન અકસ્માતની તપાસ પોતાના હાથમાં લીધી છે. રેલવેએ કહ્યું હતું કે, પ્રાથમિક તપાસ મુજબ સિગ્નલની સમસ્યાના કારણે અકસ્માત થયો હતો. ઓડિશા પોલીસે ટ્રેન દુર્ઘટનામાં "બેદરકારીથી મૃત્યુ અને જીવન માટે જોખમ ઉભું કરવાના" આરોપમાં કેસ નોંધ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રેલવેના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે બાલાસોર ટ્રેન દુર્ઘટના પાછળ ઇન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડની શક્યતા નકારી શકાય તેમ નથી. તેમના જણાવ્યા મુજબ, રેલવે દ્વારા પ્રાથમિક તપાસમાં એવા સંકેતો મળ્યા છે કે તેમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી હોઈ શકે છે અને તેથી એવું લાગ્યું કે તેની તપાસ કોઈ વ્યાવસાયિક તપાસ એજન્સી દ્વારા થવી જોઈએ.
અકસ્માત કે કાવતરું?
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રેલવેની ઇન્ટરલોકિંગ સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત છે અને તેમાં ભૂલની બહુ ઓછી અવકાશ છે. તેમનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યાં સુધી ઇરાદાપૂર્વક ચેડાં ન થાય ત્યાં સુધી ઇન્ટરલોકિંગ સિસ્ટમ બદલી શકાતી નથી.