દેશમાં Omicron સંક્રમિતોની સંખ્યા 100ને પાર, જાણો અત્યાર સુધીમાં કેટલા રાજ્યોમાં મળ્યા કેસ ?
Omicron Cases in India: દેશમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા 100ને પાર પહોંચી છે.
Omicron Cases in India: દેશમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા 100ને પાર પહોંચી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે 11 રાજ્યોમાં 101 ઓમિક્રોન સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું કે છેલ્લા 20 દિવસથી કોવિડ સંક્રમણના દૈનિક કેસો 10,000થી ઓછા છે, પરંતુ ઓમિક્રોન વેરિઅન્ટ અને અન્ય દેશોમાં વધી રહેલા કેસોને જોતા સાવચેત રહેવાની જરૂર છે.
અધિકારીએ WHOને ટાંકીને કહ્યું કે ઓમિક્રોન દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના ડેલ્ટા સ્વરૂપ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યાં ડેલ્ટાનો ફેલાવો ઓછો હતો. એવી આશંકા છે કે જ્યાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થાય છે ત્યાં ઓમિક્રોન ચેપ ડેલ્ટા પેટર્નથી આગળ નીકળી જશે.
ઓમિક્રોનથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. અહીં 32 કેસ નોંધાયા છે. આ પછી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં 22 લોકો સંક્રમિત થયા છે. રાજસ્થાનમાં 17 લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે.
ઓમિક્રોન સિવાયના અન્ય પ્રકારોના કેસ અંગે, અધિકારીએ કહ્યું કે ઓગણીસ જિલ્લાઓમાં, સાપ્તાહિક કોવિડ સંક્રમણ દર પાંચથી 10 ટકાની વચ્ચે છે, પાંચ જિલ્લાઓમાં 10 ટકાથી વધુ સંક્રમણ દર છે.
ઓમિક્રોનના કુલ કેસ - 101
મહારાષ્ટ્ર- 32
દિલ્હી-22
રાજસ્થાન - 17
કર્ણાટક - 8
તેલંગાણા - 8
કેરળ - 5
ગુજરાત - 5
પશ્ચિમ બંગાળ-1
આંધ્ર પ્રદેશ 1
ચંડીગઢ- 1
તમિલનાડુ-1
15 દિવસ ભારે, ઓમિક્રૉનનો ખતરો વધ્યો-
ઓમિક્રૉનના વધતા કેસોની વચ્ચે આગામી 15 દિવસ ભારે પડી શકે છે. આનો અહેસાસ મુંબઇ પોલીસને છે. તેથી જ 31 ડિસેમ્બર આખા મુંબઇ શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન વધુ કડકાઇ રાખવામાં આવી રહી છે. મુંબઇમાં કોઇપણ સાર્વજનિક સભા, રેલી, કે પ્રદર્શનની અનુમતિ નથી. 5 સૌથી વધુ લોકો એક જગ્યાએ એકઠા નથી થઇ શકતા. ક્રિસમસ નજીક છે. સરકાર પણ લોકો એક્શનમાં આવી ગઇ છે.
સાર્વજનિક સ્થાનો પર માસ્ક અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. જે લોકોને કોરોનાની વેક્સિનના બન્ને ડૉઝ નથી લગાવાવામં આવ્યા, તેમની એન્ટ્રી બેન કરી દેવમાં આવી છે.