શોધખોળ કરો
Advertisement
કેરળ માટે 'બ્લેક ફ્રાઈડે' સાબિત થયો કાલનો દિવસ, પહેલા ભૂસ્ખલન અને પછી વિમાન દુર્ઘટના
કેરળમાં કાલનો દિવસ બ્લેક ફ્રાઈડે સાબિત થયો છે. અહીં ઈડુક્કી જિલ્લામાં વરસાદના કારણે શુક્રવારે સવારે ભૂસ્ખલનમાં 15 લોકોના મોત થયા હતા.
નવી દિલ્હી: કેરળ માટે કાલનો દિવસ મુશ્કેલ રહ્યો છે. એક બાદ એક મોટી દુર્ઘટનામાં ઘણા લોકોના જીવ ગયા છે. કેરળમાં કાલનો દિવસ બ્લેક ફ્રાઈડે સાબિત થયો છે. અહીં ઈડુક્કી જિલ્લામાં વરસાદના કારણે શુક્રવારે સવારે ભૂસ્ખલનમાં 15 લોકોના મોત થયા હતા. જ્યારે કોઝિકોડમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
કેરળમાં કાલનો દિવસ મુશ્કેલ રહ્યો છે. ભારે વરસાદના કારણે ઈડુક્કી જિલ્લામાં રાજમાલાના પેતિમુદીમાં વરસાદના કારણે શુક્રવારે સવારે ભૂસ્ખલનમાં 15 લોકોના મોત થયા હતા. મન્નાર પાસે આ ભૂસ્ખલનમાં એક ચાના બગિચામાં ઘણા મજૂરો ફસાયા છે.
જ્યારે બીજી તરફ મોડી સાંજે દુબઈથી કેરળ આવી રહેલું એર ઈન્ડિયાનું એક્સપ્રેસ વિમાન IX-1344 કોઝિકોડ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે રનવે પરથી સ્લિપ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનના પાયલટ સહિત 17 લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
કેરળમાં ઈડુક્કીમાં થયેલા ભૂસ્ખલનની ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ દુખ વ્યક્ત કર્યું છે અને વળતર આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલયે વળતરની જાહેરાત કરતા ટ્વિટ કર્યું કે પ્રધાનમંત્રી રાહત કોષમાંથી ભૂસ્ખલનની ઘટનમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારને 2-2 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. ઘાયલો માટે 50000 રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી છે.
આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ કોઝિકોડ એરપોર્ટ પર એર ઈન્ડિયાના એક્સપ્રેસ વિમાન દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કરતા લખ્યું, કોઝિકોડમાં વિમાન દુર્ઘટનાથી આહત છું. મારા વિચાર એ લોકો સાથે છે જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા. પ્રાર્થના કરુ છુ કે ઘાયલ જલ્દી સ્વસ્થ થઈ જાય. કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરી. અધિકારી ઘટના સ્થળ પર છે અને તમામ પ્રકારની સહાયતા આપી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement