(Source: ECI/ABP News/ABP Majha)
Onam Bumper Lottery: કેરળમાં રીક્ષા ડ્રાઇવરનું રાતોરાત બદલાયું નસીબ, 25 કરોડની લાગી લોટરી, 22 વર્ષથી ખરીદતો હતો ટિકિટ
Bumper Lottery: લોટરી જીતનારો આ વ્યકિત ઓટો રીક્ષા ડ્રાઇવર છે અને શેફ તરીકે જોબ કરવા માટે મલેશિયા જવાની તૈયારી કરી રહ્યો હતો
Onam Bumper Lottery: કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં એક ઓટો રિક્ષા ચાલક એક જ દિવસમાં કરોડપતિ બની ગયો છે. ઓણમ બમ્પર લોટરી 2021નું પરિણામ રવિવારે જાહેર કરવામાં આવ્યું હતું. જેને શ્રીકાર્યમના ઓટો રિક્ષા ડ્રાઇવર અનૂપ દ્વારા જીતવામાં આવ્યું છે. અનૂપે 25 કરોડ રૂપિયાની ઓણમ બમ્પર લોટરી જીતી છે. અનૂપે શનિવારે જ આ લોટરીની ટિકિટ 75 હજાર રૂપિયામાં ખરીદી હતી.
લોટરી જીતનારો આ વ્યકિત ઓટો રીક્ષા ડ્રાઇવર છે અને શેફ તરીકે જોબ કરવા માટે મલેશિયા જવાની તૈયારી કરી રહ્યો હતો.શ્રીવરાહમના રહેવાસી અનૂપે ગઇકાલ શનિવારે ટિકીટ ટીજે-750506 ખરીદી હતી. એક દિવસ પહેલા જ તેની ત્રણ લાખ રૃપિયાની લોન લેવાની અરજી મંજૂર થઇ હતી. અનૂપે જ એજન્સી પાસેથી લોટરી ખરીદી હતી ત્યાં હાજર મીડિયા કર્મીઓએ જણાવ્યું હતું કે ટિકીટ ટીજે-750506 તેની પ્રથમ પસંદગી ન હતી.
બેંકમાંથી લોન મંજૂર થઈ ગયા બાદ આવ્યો ફોન
તેમણે જણાવ્યું હતું કે તેણે જે પ્રથમ ટિકિટ ખરીદી હતી તે તેને પસંદ પડી ન હતી તેથી તેણે બીજી ટિકિટ ખરીદી હતી અને તેના પર વિજય મેળવ્યો હતો. મલેશિયા પ્રવાસ અને લોન અંગે અનૂપે જણાવ્યું હતું કે આજે મને બેંકમાંથી લોન મંજૂર થઇ હોવાનો ફોન આવ્યો હતો જો કે તેણે જણાવી દીધું હતું કે હવે તેણે લોનની જરૂર નથી અને હવે તે મલેશિયા પણ નહીં જાય.
22 વર્ષથી ખરીદતો હતો લોટરી
તેણે જણાવ્યું હતું કે તે છેલ્લા 22 વર્ષથી લોટરીની ટિકિટ ખરીદી રહ્યો હતો. અત્યાર સુધી તેણે 100 રૂપિયાથી લઇને 5000 રૂપિયાની ટીકિટ ખરીદી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મને જીતવાની આશા ન હોવાથી હું ટીવી પર લોટરીના પરિણામ જોતો ન હતો. જો કે જ્યારે મે મારો ફોન જોયો તો ખબર પડી કે હું લોટરી જીતી ગયો છે. મને વિશ્વાસ ન થયો તો મેં મારા પત્નીની ટિકિટ બતાવી. તેણે ટીકિટનો નંબર બરાબર ચેક કરીને જણાવ્યું કે આપણે લોટરી જીતી ગયા છીએ.
10 કરોડ કપાશે ટેક્સ
અનૂપે જણાવ્યું કે ત્યારબાદ પણ મને વિશ્વાસ ન થયો તો મેં લોટરી વેચનારા મહિલાનો સંપર્ક સાધ્યો અને તેમને લોટરીનો ફોટો મોકલ્યો. મહિલાએ પણ જણાવ્યું કે તમે લોટરી જીતી ગયા છો. ટેક્સની રકમ કાપવામાં આવ્યા પછી અનૂપના હાથમાં 15 કરોડ રૂપિયા આવશે. આમ 10 કરોડ ટેક્સ કપાશે.
Kerala: Auto driver wins Rs 25 crore Onam bumper lottery
— ANI Digital (@ani_digital) September 19, 2022
Read @ANI Story | https://t.co/EOIh3CC77N #Onam #Lottery #Kerala #AutoDriver pic.twitter.com/8xyy74hoNg