શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતમાં સામે આવ્યો કોરોના વાયરસનો પ્રથમ કેસ, ચીનથી પરત ફરેલ વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ
ગાજિયાબાદ અને ગુડગાંવમાં પણ શંકાસ્પદ દરદીનો કેસ સામે આવ્યો છે. આ દરદી હાલમાં જ ચીનથી પરત ફર્યો છે.
નવી દિલ્હીઃ ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસનો પ્રથમ પોઝીટીવ કેસમાં ભારતમાં સામે આવ્યો છે. કેરળમાં ચીનથી પરત ફરેલ વિદ્યાર્થીને કોરોના વાયરસ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. વિદ્યાર્થી ચીનની વુહાન યૂનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. દરદીની સ્થિતિ હાલમાં સ્થિર છે અને ડોક્ટર તેની તપાસ કરી રહ્યા છે. જણાવીએ કે, ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરશીત 170 લોકોના મોત થયા છે.
બીજી બાજુ ગાજિયાબાદ અને ગુડગાંવમાં પણ શંકાસ્પદ દરદીનો કેસ સામે આવ્યો છે. આ દરદી હાલમાં જ ચીનથી પરત ફર્યો છે. આ પહેલા જયપુર, મુંબઈ, બિહારના છપરામાં શંકાસ્પદ કેસ સામે આવ્યો હતો. જોકે, દિલ્હીની હોસ્પિટલ અને એરપોર્ટ પર તેની તપાસ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટ પર કોરોના વાયરસની તપાસ થઈ રહી છે. દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં પણ તપાસની સુવિધા છે.
બુધવારે દિલ્હી પહોંચેલ ગુડગાંવના બે લોકોને એરપોર્ટ પર રોકી તેની તપાસ કરવામાં આવી અને શરૂઆતની સારવાર આપવામાં આવી. તેમને શરદી અને ગળામાં દુઃખાવાની તકલીફ હતી. સંપૂર્ણ તપાસ બાદ બન્નેને ઘરે જવા દેવામાં આવ્યા. સાથે જ તેની જાણકારી જિલ્લા સ્વાસ્થ્ય વિભાગને આપવામાં આવી છે. જેથી વિભાગ તેમનો સંપર્ક કરી સકે અને તેમના પર ધ્યાન રાખી શકે. જ્યારે એક શંકાસ્પદ કેસ ગાજિયાબાદમાં મળી આવી આવ્યો છે. ડોક્ટરોએ 8 દિવસ પહેલા ચીનથી આવીને ઇંદિરાપુરમમાં પોતાના ભાઈની પાસે રોકાયેલ યુવતીમાં કોરોના વાયરસ હોવાની શંકા વ્યક્ત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion