રાહુલ ગાંધીનો દાવો, 'અમે 60 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, BJP માટે હવે....' ચીનનો પણ ઉલ્લેખ કર્યો
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે 60 ટકા લોકોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. જો આપણે સાથે મળીને લડીશું તો ભાજપની જીત અસંભવ છે.
Opposition Parties Meeting: ભાજપ વિરુદ્ધ એકજૂથ થયેલા વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ' (I.N.D.I.A) ની બેઠક શુક્રવારે (1 સપ્ટેમ્બર) મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં યોજાયા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે 60 ટકા લોકોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. જો આપણે સાથે મળીને લડીશું તો ભાજપની જીત અસંભવ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મેં ગઈકાલે જ કહ્યું હતું કે G-20 થઈ રહ્યું છે. એવામાં અદાણી ગ્રુપ અંગે તપાસ થવી જોઈએ. મોદી સરકારનો ઈરાદો ગરીબો પાસેથી પૈસા લઈને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનો છે. અમારો આઈડિયા ગરીબો અને ખેડૂતોને મેળવવાનો છે. મને વિશ્વાસ છે કે 'ઈન્ડિયા' ભાજપને હરાવી દેશે.
Two very big steps were taken:
1. A coordination committee and committees under this coordination committee.
2. We will expedite all seat-sharing discussions and decisions and make them happen as soon as possible.
This stage represents 60% of the Indian population. If the… pic.twitter.com/cmGMa7hXd8 — Congress (@INCIndia) September 1, 2023
ચીન વિશે શું કહ્યું ?
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પીએમ મોદી દેશ સામે ખોટુ બોલે છે કે ચીને આપણી જમીન પર કબજો કર્યો નથી, પરંતુ જો તમે લદ્દાખના સામાન્ય નાગરિકો સાથે વાત કરો તો તમને ખબર પડે કે ત્યાં શું સ્થિતિ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, હું લદ્દાખના પેંગોંગ લેક ગયો જ્યાં ચીને કબજો કર્યો છે. મેં સ્થાનિક લોકો સાથે વાત કરી અને તેઓએ કહ્યું કે પીએમ મોદી ખોટું બોલી રહ્યા છે કે ચીને આપણી જમીન પર કબજો કર્યો નથી. સરહદ પર બદલાવ સ્પષ્ટ છે. પશુપાલકોના મતે તેમને પહેલાના સ્થળો પર નથી જવા દેવામાં આવતા. લદ્દાખમાં જે થઈ રહ્યું છે તે શરમજનક છે.
વિપક્ષી ગઠબંધન ભારતે શુક્રવારે મુંબઈમાં મળેલી બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે. ભારતના નેતાઓએ 13 સભ્યોની સંકલન સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ગઠબંધનનું સૂત્ર 'જુડેગા ભારત, જીતેગા ભારત' હશે.
સંકલન સમિતિમાં કોંગ્રેસના કેસી વેણુગોપાલ, એનસીપીના શરદ પવાર, ડીએમકેના એમકે સ્ટાલિન, શિવસેનાના સંજય રાઉત, આરજેડીના તેજસ્વી યાદવ, ટીએમસીના અભિષેક બેનર્જી, આપના રાઘવ ચઢ્ઢા, સમાજવાદી પાર્ટીના જાવેદ અલી ખાન, સમાજવાદી પાર્ટીના લાલન સિંહનો સમાવેશ થાય છે. જેડીયુ, જેએમએમમાંથી હેમંત સોરેન, સીપીઆઈમાંથી ડી રાજા, નેશનલ કોન્ફરન્સમાંથી ઓમર અબ્દુલ્લા અને પીડીપીમાંથી મહેબૂબા મુફ્તી સામેલ છે.