'બાળક સાથે ઓરલ સેક્સ એ બહુ ગંભીર ગુનો નથી', અલ્હાબાદ HCએ દોષિતની સજા ઘટાડી
હાઈકોર્ટે આ નિર્ણય એક આરોપીની અરજી પર આપ્યો છે, જેના પર બાળક સાથે 'ઓરલ સેક્સ' કરવાનો આરોપ હતો.
અલ્હાબાદ હાઈકોર્ટે બાળકોની યૌન ઉત્પીડન સાથે જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે બાળકો સાથે મુખમૈથુનને 'ખૂબ ગંભીર ગુનો' ગણવાનો ઈન્કાર કર્યો છે. જો કે, કોર્ટે તેને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ સજાપાત્ર ગણાવ્યું છે.
હાઈકોર્ટે આ નિર્ણય એક આરોપીની અરજી પર આપ્યો છે, જેના પર બાળક સાથે 'ઓરલ સેક્સ' કરવાનો આરોપ હતો. આ કેસમાં ઝાંસીની નીચલી અદાલતે આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને 10 વર્ષની જેલની સજા ફટકારી હતી.
સોનુ કુશવાહાએ ઝાંસીની નીચલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ અરજી પર સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ અનિલ કુમારની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો છે.
હાઈકોર્ટે મુખમૈથુનને 'ખૂબ ગંભીર અપરાધ'ની શ્રેણીમાંથી બહાર રાખ્યું છે, પરંતુ તેને POCSO એક્ટની કલમ 4 હેઠળ સજાપાત્ર બનાવ્યું છે. કોર્ટે કહ્યું કે આ અધિનિયમ એગ્રેટેડ પેનિટ્રેટીવ જાતીય હુમલો અથવા ગંભીર જાતીય હુમલો નથી. આવા કિસ્સાઓમાં, POCSO એક્ટની કલમ 6 અને 10 હેઠળ સજા લાદી શકાતી નથી.
હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયમાં સુધારો કરતા દોષિતની સજા 10 વર્ષથી ઘટાડીને 7 વર્ષ કરવાનો નિર્ણય આપ્યો છે. આ સાથે કોર્ટે દોષિતોને 5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
હાઈકોર્ટે તેના ફેંસલામાં સ્પષ્ટ કર્યુ કે, બાળકના મોં માં લિંગ નાંખવું પેનેટ્રેટિવ યૌન હુમલાની શ્રેણીમાં આવે છે, જે પોક્સોની કલમ 4 હેઠળ દંડનીય છે પરંતુ કલમ 6 હેઠળ નથી. તેથી કોર્ટે નીચલી અદાલત દ્વારા અપીલકર્તા સોનુ કુશવાહાને આપવામાં આવેલી સજા 10 વર્ષથી ઘટાડીને 7 વર્ષ કરી છે. અપીલકર્તાનો આરોપ હતો કે, ફરિયાદી તેના ઘરે આવ્યો હતો અને તેના 10 વર્ષના બાળકને સાથે લઈ ગયો હતો. તેને 20 રૂપિયા આપીને ઓરલ સેક્સ કર્યુ હતું.