શોધખોળ કરો

આગામી 90 કલાકમાં PM Modiનો 10,800 કિમીનો પ્રવાસ, 10 જાહેર સભાઓ, ચૂંટણી પર સંપૂર્ણ ફોકસ

PM Modi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં ચૂંટણી કાર્યક્રમોમાં ખૂબ જ વ્યસ્ત છે. તેઓનું શિડ્યુલ ખૂબ જ ટાઈટ છે. પીએમ મોદી થોડાક જ દિવસોમાં હજારો કિલોમીટરની યાત્રા કરી રહ્યા છે.

PM Modi Rally Schedule: આ વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે અને તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)નું સિડયૂઅલ ખૂબ જ ટાઈટ છે. 10 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સુધીનું તેમનું શેડ્યૂલ ખૂબ જ ચુસ્ત છે. આ ચાર દિવસોમાં પીએમ 10,800 કિલોમીટરથી વધુનું અંતર કાપશે અને મતદાનથી ઘેરાયેલા રાજ્યોમાં 10 જાહેર સભાઓને સંબોધિત કરશે.

આગામી 90 કલાકમાં PM Modiનો 10,800 કિમીનો પ્રવાસ

વડાપ્રધાન મોદી અગરતલાથી મુંબઈ અને લખનૌથી બેંગ્લોર સુધી દેશના ખૂણેખૂણાનો પ્રવાસ કરી રહ્યા છે. 10 ફેબ્રુઆરીએ PMએ દિલ્હીથી લખનૌની મુસાફરી કરી અને ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી તેઓ મુંબઈ ગયા અને બે વંદે ભારત ટ્રેન અને રોડ પ્રોજેક્ટને લીલી ઝંડી બતાવી હતી.

મુંબઈથી દિલ્હી અને પછી સીધા ત્રિપુરા

આ પછી પીએમ મોદીએ શહેરમાં અલ્જામી-તુસ-સૈફિયાહના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું, ત્યારબાદ તેઓ દિલ્હી પરત ફર્યા. તેમણે એક દિવસમાં 2,700 કિમીથી વધુનું અંતર કાપ્યું હતું. બીજા દિવસે તેઓ ત્રિપુરા ગયા હતા જ્યાં તેમણે અંબાસા અને રાધાકિશોરપુરમાં બે જાહેર સભાઓને સંબોધિત કરી હતી. ત્યારબાદ તેઓ આજે દિલ્હી પરત ફરશે. તેઓ એક દિવસમાં 3,000 કિમીથી વધુનું અંતર કાપશે.

દિલ્હી બાદ બેંગ્લોર જશે

12 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણી માટે વર્ષભરની ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ રાજસ્થાનના દૌસામાં અનેક હાઈવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા જશે. દૌસામાં બે જાહેર સભાઓને સંબોધિત કર્યા પછી પીએમ સીધા બેંગલુરુ માટે રવાના થશે.  જ્યાં તેઓ મોડી રાત્રે પહોંચશે. આખા દિવસ દરમિયાન પીએમ 1,750 કિલોમીટરથી વધુનું અંતર કાપશે.

બેંગ્લોરથી ફરી ત્રિપુરા રવાના થશે

13 ફેબ્રુઆરીની સવારે PM બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરશે. ત્યાંથી તેઓ ત્રિપુરા જશે, જ્યાં તેઓ બપોરે અગરતલામાં જનસભાને સંબોધશે. આ પછી, તે 3,350 કિલોમીટરથી વધુનું અંતર કાપીને દિલ્હી પરત જશે. 90 કલાકથી ઓછા સમયમાં, PM 10 જાહેર સભાઓને સંબોધિત કરવા અને અનેક વિકાસ પહેલ શરૂ કરવા માટે 10,800 કિમીથી વધુની મુસાફરી કરશે.

આ પણ વાંચો: Delhi-Mumbai Expressway: PM મોદી આજે આપશે એક્સપ્રેસ વેની ભેટ, દિલ્હીથી જયપુર હવે 5 નહીં ફક્ત 3 કલાક, મુંબઈ 12 કલાક…

Delhi To Jaipur In 3 Hours: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (12 ફેબ્રુઆરી) દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના દિલ્હી-દૌસા-લાલસોટ વિભાગને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેના ઉદઘાટન બાદ દિલ્હીથી જયપુર જવામાં માત્ર 3 કલાકનો સમય લાગશે. મંગળવાર (14 ફેબ્રુઆરી)થી તેને સંપૂર્ણ રીતે ટ્રાફિક માટે ખોલવામાં આવશે. સોહના અને દૌસા વચ્ચેનું અંતર 246 કિલોમીટર છે, જ્યારે ભારતના બે મોટા શહેરોને જોડતો સમગ્ર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે 1,380 કિલોમીટર લાંબો હશે. ચાલો હવે તમને એક્સપ્રેસ વે અને સોહના-દૌસા સેક્શનની વિશેષતા જણાવીએ.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો દિલ્હી-દૌસા-લાલસોટ વિભાગ 246 કિમી લાંબો છે, જે રૂ. 12,150 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. આ વિભાગ શરૂ થવાથી દિલ્હીથી જયપુરની મુસાફરીનો સમય પાંચ કલાકથી ઘટીને લગભગ ત્રણ કલાક થઈ જશે. આ વિભાગ શરૂ થવાથી સમગ્ર પ્રદેશમાં આર્થિક વિકાસને પણ વેગ મળશે.

એક્સપ્રેસ વે હરિયાણાના આ જિલ્લાઓમાંથી પસાર થશે

સોહના-દૌસા વિભાગ હરિયાણામાં 160 કિલોમીટરનું અંતર કાપશે અને ગુરુગ્રામ, પલવલ અને નૂહ જિલ્લામાંથી પસાર થશે. જેમાં ગુરુગ્રામ જિલ્લાના 11 ગામ, પલવલના સાત ગામ અને નૂહ જિલ્લાના 47 ગામોનો સમાવેશ થશે. આ વિભાગ મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે સાથે સીધો જોડાયેલ હશે - DND થી જેતપુર, જેતપુરથી બલ્લભગઢ અને બલ્લભગઢથી સોહના સુધી.

ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે, જેની કુલ લંબાઈ 1,386 કિ.મી છે.  તેના નિર્માણ પછી દિલ્હી અને મુંબઈ વચ્ચેનું મુસાફરી અંતર 12 ટકા ઘટશે અને રસ્તાની લંબાઈ 1,424 કિમીથી ઘટીને 1,242 કિમી થઈ જશે.

50 ટકા ઓછો સમય લેશે

મુસાફરીના સમયમાં પણ 50 ટકાનો ઘટાડો થશે. પહેલા જ્યાં મુસાફરીમાં 24 કલાકનો સમય લાગતો હતો, હવે 12 કલાકનો સમય લાગશે. આ એક્સપ્રેસ વે છ રાજ્યો - દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે અને કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જોડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Embed widget