શોધખોળ કરો
Advertisement
CBSE બોર્ડનો મહત્ત્વનો નિર્ણય, લોકડાઉનને કારણે ધો.1થી9 અને 11માં માસ પ્રમોશનની છુટ
સેન્ટ્રલ બોર્ડ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષા શરૂ કરી દેવાઈ હતી અને ૧૮મી માર્ચ સુધી ધો.૧૦ અને ૧૨માં ઘણા વિષયોની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી.
નવી દિલ્હીઃ સીબીએસઈ દ્વારા ધોર.1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ.9 અને 11માં અર્ધવાષિક પરીક્ષા લીધી હોય તેના આધારે વિદ્યાર્થીને આગળના ધોરણમાં પ્રમોટ કરવામાં આવશે તેમજ ધો.10 12ની બાકીની પરીક્ષા જ્યારે પણ લેવાશે તેના દસ દિવસ પહેલાં બોર્ડ સ્કૂલને જાણ કરશે.
કોરોના વાઈરસની સ્થિતિના કારણે લોકડાઉન છે. આ સંજોગોમાં સીબીએસઈએ પણ માસ પ્રમોશનનો નિર્ણય કરવો પડ્યો છે. બોર્ડ જારી કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે ધો.1થી 8માં પરીક્ષા લીધી હોય કે ન લીધી હોય સ્કૂલે બાળકને આગળના ક્લાસ ગ્રેડમાં પ્રમોટ કરવાનો રહેશે.
સેન્ટ્રલ બોર્ડ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષા શરૂ કરી દેવાઈ હતી અને ૧૮મી માર્ચ સુધી ધો.૧૦ અને ૧૨માં ઘણા વિષયોની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી. પરંતુ કોરોનાને પગલે કેન્દ્ર સરકારના આદેશને ધ્યાનમાં રાખી સીબીએસઈ દ્વારા ૧૯મી માર્ચથી તમામ પરીક્ષાઓ મોકુફ કરી દેવાઈ હતી. ૩૧મી માર્ચ સુધીમાં અનેક વિષયોની પરીક્ષા બાકી હતી.પરંતુ સેન્ટ્રલ બોર્ડે આજે સર્ક્યુલર કરીને સ્પષ્ટતા કરી છે કે બાકી રહેલા વિષયોમાંથી હવે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે જરૃરી હોય તેવા ધો.૧૦ ૧૨ના મુખ્ય ૨૯ વિષયોની જ પરીક્ષા લેવાશે. જેમાં ધો.૧૦માં દિલ્હીમાં તોફોનાને લીધે જે વિષયોની પરીક્ષા બાકી છે તેમાં હિન્દી કોર્સ એ અને હિન્દી કોર્સ બી તથા ઈંગ્લિશ કોમ્યુનિકેશન તથા ઈન્ગલિશ લીટરેચર અને સાયન્સ તથા સોશિયલ સાયન્સ વિષયની જ પરીક્ષા દિલ્હી નોર્થ ઈસ્ટમા લેવાશે.
જ્યારે ધો.૧૨માં નોર્થ ઈસ્ટમાં અંગ્રેજી ઈલેક્ટિવ ન્યુ અને ઓલ્ડર કોર્સ, અંગ્રેજી કોર, મેથેમેટિક્સ, ઈકોનોમિક્સ, બાયોલોજી, પોલિટિકલ સાયન્સ, હિસ્ટ્રી, ફિઝિક્સ, અકાઉન્ટન્સી અને કેમિસ્ટ્રી વિષયની પરીક્ષા લેવાશે.આ ઉપરાંત ધો.૧૨માં કોરોનાને લીધે બાકી રહેલી પરીક્ષાઓમાંથી મુખ્ય ૮ વિષયની પરીક્ષા સમગ્ર દેશમાં લેવાશે.આમ કુલ ૨૯ વિષયની જ પરીક્ષા હવે બોર્ડ લેશે. બાકી રહેલા ગૌણ વિષયોમાં માર્કિંગ કે એેસેસમેન્ટની પેટર્ન માટે બોર્ડ અલગથી જાહેરાત કરશે. વિદેશમાં આવેલી સેન્ટ્રલ બોર્ડની સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે અન્ય દેશોમાં કોરોનાની સ્થિતિને લઈને બોર્ડ પરીક્ષા લેવામા આવશે નહી.
જ્યારે ધો.૧થી૯ અને ધો.૧૧માં માસ પ્રમોશનની છુટ આપી દેવાઈ છે. ધો.૧થી૮ માટે બોર્ડે જણાવ્યુ છે કે તમામ વિદ્યાર્થીઓને આગળના ધોરણ કે ગ્રેડમાં મોકલી દેવામા આવે અને જે માટે એનસીઈઆરટી સાથે વાટાઘાટો કરીને એડવાઈઝરી જાહેર કરાશે.
જ્યારે ધોરણ.10 અને 12માં જે પરીક્ષા લેવાની બાકી છે તેના માટે હવે નવું શિડ્યુલ બનાવવું બોર્ડ માટે અધરૂં છે પરંતુ જ્યારે પણ પરીક્ષા લેવાની થશે તેના દસ દિવસ અગાઉ બોર્ડ દ્વારા સ્કૂલોને જાણ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement