દેશમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ, જાણો દિલ્લી જતા મુસાફર માટે શું નવા નિયમો કરાયા જાહેર
દેશમાં કોરોના વાયરસે (Coronavirus) ફરી ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. કોરોના રસીકરણ (Corona Vaccine) ઝડપથી થઈ રહ્યું હોવા છતાં જે રીતે કેસ વધી રહ્યા છે તે ચિંતાની વાત છે. કોરોનાની ચિંતાજનક સ્થિતિની જોતા દિલ્લીમાં કેટલાક પ્રતિબંધ લગાવી દેવાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,52,3879નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 839 લોકોના મોત થયા છે. જોકે 90,584 લોકો ઠીક પણ થયા છે. કોરોના વિસ્ફોટના પગલે દિલ્લીમાં કોવિડની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. તો કોરો વિસ્ફોટ થતાં દિલ્લીમાં કયાં પ્રતિબંધ લગાવાયા જાણીએ..
દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે દિલ્લીની સ્થિતિ પણ ચિંતાજનક છે. દિલ્લીમાં સતત વધતા કોરોનાના પગલે હોસ્પિટલમાં બેડની અછત ઉભી થઇ છે. સીએમ કેજરીવાલે કહ્યું કે, ‘અમારી સરકાર ત્રણ સ્તર પર કામ કરી રહી છે પરંતુ હાલ હોસ્પિટલની સ્થિતિ કફોડી બની છે. અહીં સતત દર્દીની સંખ્યા વધતા બેડની અછત સર્જાઇ છે. કોરોનાની સ્થિતિ વણસતા કેજરીવાલ સરકારે નવી ગાઇડ ગાઇન જાહેર કરતા કેટલાક પ્રતિબંધ લગાવ્યા છે.
દિલ્લીમાં શું લગાવાયા પ્રતિબંધ?
- દિલ્હીમાં હવે અંતિમ સંસ્કારમાં મહત્તમ 20 લોકો અને લગ્ન સમારોહમાં 50 લોકો જ સામેલ થઈ શકશે.
- રેસ્ટોરાં અને બાર પણ તેની ક્ષમતાથી 50 ટકા ઓછા લોકો સાથે ખુલ્લા રાખી શકાશે.
- મેટ્રોમાં પણ એક કોચમાં બેસવાની 50% જ મુસાફરો પ્રવાસ કરી શકશે.
- સિનેમા, થિયેટર અને મલ્ટિપ્લેક્સ પણ 50% ક્ષમતા સાથે જ ચાલશે.
- મહારાષ્ટ્રથી દિલ્હી આવતા તમામ મુસાફરોએ 72 કલાક જુનો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.
- મહારાષ્ટ્રથી નેગેટિવ રિપોર્ટ વિના જ આવતા લોકોએ દિલ્લીમાં 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન થવું પડશે.
- દિલ્હીમાં તમામ પ્રકારના સામાજિક, રાજકીય, મનોરંજનના મેડાવડા પર પણ પ્રતિબંધ મૂકાયો.